શુક્રવાર, 10 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (10:12 IST)

આજથી 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

આજથી 15 થી 18 વર્ષના બાળકો માટે  રસીકરણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાન નો ગાંધીનગર ના કોબા ની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલ થી કરાવ્યો હતો.
મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી.તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા,ધારાસભ્ય શંભૂજી  ભાઈ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને  શાળા શિક્ષક પરિવાર  તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા