1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 2 જાન્યુઆરી 2022 (18:16 IST)

ગુજરાત પોલીસનો મોટો આદેશ: હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ,

જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત
આ 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ
સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 7મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
 
આ નિયંત્રણો યથાવત રહેશે
 
8 મનપામાં રાત્રિ કર્ફ્યૂ રહેશે.
રાત્રિના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂં.
8 મહાનગરમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે.
લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્સ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે.
કર્ફ્યૂ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું. 
રાજ્યમાં ગઈકાલે 1069 નવા કેસ નોંધાયા જેમાં અમદાવાદમાં જ 559 કેસ હતા. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં 1000થી પણ વધુ કેસ નોંધાયા હતા.
સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે, ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરાયેલી છે.