Bharuch - ધૂળની ડમરીઓના કારણે ધુમ્મસ જેવો માહોલ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં
ભરૂચ શહેર અને જિલ્લામાં હાલ ઠંડીના માહોલ વચ્ચે દિવસ દરમિયાન ક્યાંક ક્યાંક વાદળછાયું તો ક્યાંય
ધુમ્મસનો માહોલ પણ રહે છે. જેના કારણે શરદી-ખાંસીના કેસ પણ વધી રહ્યા છે. આવા સંજોગોમાં ભરૂચની એબીસી ચોકડીથી નર્મદા મૈયા બ્રિજને જોડતા જૂના નેશનલ હાઈવનું રિકાર્પેટિંગ કરવામાં આવ્યું છે. જેના પરથી આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડતાં ધુમ્મસ જેવો માહોલ સર્જાય છે. જેના કારણે આસપાસના દુકાનધારકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.