ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 2 જાન્યુઆરી 2022 (15:40 IST)

Bus Accident In Chhotaudepur- છોટા ઉદેપુર અલીરાજપુર રોડ ઉપર બસ નદીમાં ખાબકી, 3 મુસાફરોનાં મોત, 25 મુસાફરો ઇજાગ્રસ્ત

છોટાઉદેપુર બસ અલીરાજપુર બસમાં ખાબકી જેમાં 3 મુસાફરોનાં મોત, 25 મુસાફરો ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. મઘ્યપ્રદેશની ખાનગી બસ મધ્યપ્રદેશ તરફ વહેલી સવારે જવા નીકળી હતી. ત્યારે 5.45 કલાકે ગુજરાત રાજ્યની સરહદ પાર કરી મઘ્યપ્રદેશની સરહદમાં પ્રવેશ કરતાંનીં સાથે બસ પુલની રેલીંગ તોડી 15 ફુટ ઉંડા ખાડામાં ખાબકી હતી.
 
છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના ખંડવા તરફ જતી એક ખાનગી બસ ચાંદપુર પાસે પુલ પરથી નદીમાં ખાબકતા 3 મુસાફરોનાં મોત, 25 મુસાફરો ઇજાગ્રસ્ત. JCB મશીનથી આડી પડી ગયેલી બસને સીધી કરી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યાં. આ સાથે જ એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ઇન્દોર ખાતે વધું સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જેમાં એક વર્ષની ઉંમરના એક બાળક અને દંપતી સહિત 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 લોકોના ઇજાગ્રસ્ત થયા છે.