શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (10:49 IST)

U19 WC: - પાકિસ્તાનને હરાવીને વર્લ્ડકપ ફાઈનલમાં ટીમ ઈંડિયા

આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ હરીફાઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવામાં આવી જેમા પાકિસ્તાન 273 રનનો પીછો કરવા ઉતરી પણ ટીમ ઈંડિયાએ 203 રનથી મોટી હાર આપી. 
 
પ્રથમ બેટિંગ કરતા અંડર-19 ટીમ ઈંડિયાએ પાકિસ્તાનને 273 રનનુ મોટુ લક્ષ્ય આપ્યુ હતુ. પાકિસ્તાનની આખી ટીમ 29 ઓવરની ત્રીજી બોલ પર 69 પર જ પેવેલિયન ભેગી થઈ ગઈ. 
 
ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. ટીમ ઇન્ડિયા અગાઉ ત્રણવાર અંડર-19 વર્લ્ડ કપ પોતાના નામે કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, આ છઠ્ઠીવાર છે જ્યારે ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં પહોંચી છે. ગયા વર્ષે પણ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ભારત હવે 3 ફ્રેબુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં ટકરાશે. ભારતીય સમયાનુસાર આ મેચ સવારે 6.30 વાગે શરૂ થશે.
 
U19 India Win 03 ભારતીય બૉલરો પાકિસ્તાની બેટ્સમેનો પર કેર વર્તાવતા તૂટી પડ્યા. શરૂઆતમાં ઇશાન પોરેલે પાકિસ્તાની બેટ્સમેનોને ઝટકા આપ્યો. ત્યારબાદ શિવા સિંહ, રિયાનની સ્પિન જોડીએ પાકિસ્તાનની કમર તોડી નાંખી હતી. શિવા અને રિયાને બે-બે વિકેટ પોતાના નામે કરી. અંકુર અને અભિષેકને પણ એક-એક વિકેટ મળી હતી.
 
U19 India Win 04 ભારતની અંડર-19 ટીમના કેપ્ટન પૃથ્વી શૉને દિલ્હી ડેયરડેવિલ્સે 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. શૉને મુંબઇ માટે રમતા પાંચ સેન્ચૂરી લગાવી છે. પોતાની પહેલી જ રણજી મેચમાં શતક બનાવનારા શૉનું નામ ફર્સ્ટ ક્લાસ મેચોમાં 5 સદી અને 3 અર્ધસદી માટે છે.