ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 6 જુલાઈ 2019 (18:50 IST)

India vs Sri Lanka Live - ભારતને મળ્યુ 265નું લક્ષ્ય

ભારત અને શ્રીલંકાની ટીમ આજે વર્લ્ડ કપના પોતાના અંતિમ લીગ મેચમાં સામ સામે છે. શ્રીલંકાએ અહી ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે.  ભારતીય ટીમ આ મેચમાં બે ફેરફાર સાથે ઉતરી છે. યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમીને આજે આરામ આપવામાં આવ્યો છે. જ્યારે કે તેમના સ્થાન પર કુલદીપ યાદવ અને રવિન્દ્ર જડેજાને તક મળી છે.  ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવા માટે શ્રીલંકાને હરાવવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. જ્યારે શ્રીલંકા પણ જીત સાથે વિદાય લેવા જબરદસ્ત ટક્કર આપશે. જો કે એવું ત્યારે જ બનશે જ્યારે ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી બહાર થયેલ ટીમ દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી મેચ હારી જશે.
 
લાઈવ સ્કોર કાર્ડ જોવા માટે ક્લિક કરો 
- મેથ્યુઝના શાનદાર 113 રનની મદદથી શ્રીલંકાએ 50 ઓવરમાં 265 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો છે. 
- શ્રીલંકાને પાંચમી વિકેટ પડી. થિરિમાને 53 રન બનાવી આઉટ થયો છે. થિરિમાનેને  કુલદીપ યાદવે આઉટ કર્યો છે
- 37 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 200/5, એન્જેલો મેથ્યૂઝ 85 અને ધનંજય ડિસિલ્વા 6  રને રમતમાં, થિરિમાને 52 રન બનાવી કુલદીપની ઓવરમાં જાડેજાના હાથે કેચ આઉટ થયો.
 
શ્રીલંકાના બેટ્સમેન મેથ્યુસ-થિરીમાને સાવચેતી સાથે બેટિંગ કરી રહ્યા છે. તેથી 25 ઓવરમાં 4 વિકેટે 102 રન બનાવ્યા છે.
21 ઓવર સુધી શ્રીલંકાને 4 વિકેટે 87 રન થયા છે. 
15 ઓવર સુધી શ્રીલંકાના 4 વિકેટે 62 રન બન્યા છે.
શ્રીલંકાની ચોથી વિકેટ પડી. હાર્દિક પંડ્યાએ ફર્નાન્ડોને 20 રને આઉટ કર્યો છે. 
શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી. રવિન્દ્ર જાડેજાએ મેંડિસને 3 રને પેવેલિયન ભેગો કર્યો છે.