રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2019 (17:28 IST)

87 વર્ષની ક્રિકેટ ફૈનને લઈને આનંદ મહિન્દ્રા કરી મોટી જાહેરાત

મંગળવારના રોજ આઈસીસી વર્લ્ડ કપ 2019માં India એ Bangladesh ને હરાવ્યુ. આ સાથ જ બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલ્સની દોડમાંથી બાહર થઈ ગઈ છે. પણ રસપ્રદ વાત એ છે કે સોશિયલ મીડિયાથી લઈને ગલીના ચાને લારી સુધી મેચ જ નહી પણ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર 87 વર્ષની ક્રિકેટ ફૈન ચારુલતા પટેલની થઈ રહી છે. લોકો ટીમ ઈંડિયાને ક્રિકેટને લઈને તેની દિવાનગીના કાયલ થઈ રહ્યા છે. અહી સુધી કે આનંદ મહિન્દ્રાએ પણ ચારુલતાજીને લઈને મોટી જાહેરાત કરી છે. 
મેચ દરમિયાન જેવી જ ચાલુલતા જી ની ચર્ચા શરૂ થઈ મહિન્દા એંડ મહિન્દાના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ ટ્વિટૅર પર લખ્યુ, આપણી પરંપરા મુજબ હુ મેચ નહોતો જોઈ રહ્યો. પણ હવે મે આ મહિલા માટે ટીવી ઓન કરી લીધુ. તે એક મેચ વિનરની જેમ જોવા મળી રહી છે.  પછી આનંદ મહિન્દ્રાએ ટ્વિટરર પર જ એક યૂઝરના કમેંટૅ પર જવાબ આપતા લખ્યુ "જાણ કરો આ કોણ છે અને હુ વચન આપુ છુ કે હુ ભારતની આગામી જેટલી પણ મેચ થશે તે માટે તેમની ટિકિટના પૈસા આપીશ."