સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 23 જુલાઈ 2021 (21:01 IST)

LIVE India vs Sri Lanka, 3rd ODI:ગૌતમે ભારતને અપાવી પહેલી સફળતા, મિનોદ ભાનુકાને કર્યો આઉટ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ ત્રણ મેચોની વનડે સીરીઝની અંતિમ મુકાબલો આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય રહી છે. શ્રીલંકાની રમત ચાલુ છે. 227 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી શ્રીલંકાની ટીમ તરફથી અવિષ્કા ફર્નોડો અને ભાનુકા રાજપક્ષા ક્રીઝ પર છે. શ્રીલંકાનો સ્કોર એક વિકેટના નુકશાન પર 50 રનની નિકટ છે.  આ પહેલા ભારતની આખી ટીમ 225 રન બનાવીને ઓલઆઉટ થઈ. 

- ભારતના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઇંગ ઇલેવનમાં છ ફેરફાર કર્યા છે. સંજુ સેમસન, નીતીશ રાણા, ચેતન સાકરીયા, કૃષ્ણપ્પા ગૌતમ અને રાહુલ ચહર ભારત તરફથી વનડે ડેબ્યૂ કરી રહ્યા છે.

 
ભારતની પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, સંજુ સેમસન, મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, કૃષ્ણપ્પા ગૌતમ, રાહુલ ચહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા.
 
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન: અવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા, ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરિથ અસલંકા, દશૂન શનાકા (કેપ્ટન), રમેશ મેન્ડિસ, ચમિકા કરુણારાત્ને, અકીલા ધનંજય, દુથમંથા ચમીરા, પ્રવિણ જયવિકરામ.

08:59 PM, 23rd Jul
- કૃષ્ણપ્પા ગૌતમે ભારતને પહેલી સફળતા અપાવી. તેણે પોતાની પ્રથમ ઓવરના ત્રીજા બોલમાં મીનોદ ભાનુકાને આઉટ કર્યો.
- 4 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 24/0, અવિષ્કા 15 અને મિનોદ ભાનુકા 7 રને રમી રહ્યા છે.

07:49 PM, 23rd Jul
- 40 ઓવર પછી ભારતનો સ્કોર 218/8, નવદીપ સૈની 11 અને રાહુલ ચહર 12 રને રમી રહ્યા છે. તેઓએ મળીને 9 મી વિકેટ માટે 43 દડામાં 23 કિંમતી રન જોડ્યા હતા. આ રન શ્રીલંકા માટે ખૂબ મોંઘા સાબિત થઈ શકે છે.
 
- 38 ઓવર બાદ ભારતનો સ્કોર 209/8, રાહુલ ચહર 7 અને નવદીપ સૈની 7 રને રમી રહ્યા છે. બંને પૂંછડિયા બેટ્સમેનોએ મળીને 9 મી વિકેટ માટે 31 બોલમાં 14 રન ઉમેર્યા હતા. અહીંથી દરેક રન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

04:26 PM, 23rd Jul
- 15.5 ઓવરમાં દસૂન શનાકાની ઓવરમાં એલબીડબ્લ્યુ આઉટ થયા પૃથ્વી શો. પૃથ્વીએ 49 બોલમાં 49 રનની ઇનિંગ રમી. શ્રીલંકાના કેપ્ટને ટીમને મોટી સફળતા અપાવી. નવા બેટ્સમેન મનીષ પાંડે આવ્યા છે.
 
- 15 ઓવર પછી ભારતનો સ્કોર 101/1, સંજુ સેમસન 32 અને પૃથ્વી શો 49 રન બનાવીને રમી રહ્યા છે. મેચમાં લાંબા સમય બાદ શોએ હાથ ખોલ્યા અને જયવિક્રમની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા.

04:18 PM, 23rd Jul
- 3 ઓવર પછી ભારતનો સ્કોર 29/1, સંજુ સેમસન 1 અને પૃથ્વી શો 10 રન બનાવીને રમી રહ્યા છે. દુથમંથા ચમિરાની બીજી ઓવર સફળ રહી અને તે ધવનની મોટી વિકેટ લેવામાં સફળ રહ્યો.
 
- 2.3 ઓવરમાં શિખર ધવને મીનોદ ભાનુકાને ચમિરાના હાથે કેચ પકડાવી દીધો. ધવન 11 બોલમા 13 રન બનાવીને આઉટ થયો. શ્રીલંકા મળી પ્રથમ સફળતા. નવા બેટ્સમેન સંજુ સેમસન ક્રીઝ પર.
 
 - 2 ઓવર બાદ ભારતનો સ્કોર 23/0, કેપ્ટન શિખર ધવન 13 અને પૃથ્વી શો 5 રને રમી રહ્યા છે. ધવને અકિલા ધનંજયની પહેલી ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકારતાં 12 રન બનાવ્યા હતા.