બુધવાર, 7 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 23 ઑગસ્ટ 2025 (15:53 IST)

એશિયા કપ 2025 પહેલા ભારતીય ટીમ કેમ કરી રહી છે આરામ? પાકિસ્તાન, બાંગ્લાદેશે કરી તૈયારીની પુરી વ્યવસ્થા

indian cricket team
ટી20 એશિયા કપ 2025 ના શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે અને આ માટે ટીમોએ કમર કસી લીધી છે. આગામી ટૂર્નામેંટમાં સારુ કરીને તીમો ટી20 વર્લ્ડ કપ 2026 માટે યોગ્ય સંયોજન શોધવા માંગશે. એશિયા કપ 2025 પહેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ટી20 સીરિઝ રમશે. જેથી તેમની તૈયારીઓ શ્રેષ્ઠ રહી શકે અને આગામી ટૂર્નામેંટ માટે તેમના પ્લેયર્સ સંપૂર્ણ રીતે ટી20 ફોર્મેંટમાં પહેલાથી જ તૈયાર થઈ જાય. પણ ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2025 પહેલા કોઈપણ ટી20 શ્રેણી રમી રહી નથી અને પ્લેયર્સ આરામ કરી રહ્યા છે.  
 
T20 એશિયા કપ 2025 ના રોજ શરૂ થવામાં હવે થોડોક જ સમય બાકી છે અને આ માટે ટીમોએ કમર કસી લીધી છે. આગામી ટૂર્નામેંટમાં સારુ કરીને ટીમો ટી20 વર્લ્ડ કપ 2026 માટે યોગ્ય સંયોજન શોધવા માંગશે. એશિયા કપ 2025 પહેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ટી20 શ્રેણીમાં રમશે. જેથી તેમની તૈયારીઓ સારી રહે અને આગામી ટૂર્નામેંટ માટે તેમના પ્લેયર્સ સંપૂર્ણ રીતે ટી20 ફોર્મેંટમાં પહેલાથી જ તૈયાર થઈ જાય.  પણ ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2025 પહેલા કોઈપણ ટી20 શ્રેણી રમી રહી નથીઅને પ્લેયર્સ આરામ ફરમાવી રહ્યા છે. 
 
પાકિસ્તાની ટીમ ટ્રાઈ સીરિઝમાં લેશે ભાગ 
 પાકિસ્તાની ટીમે T20 એશિયા કપ 2025 માટે ટીમની જાહેરાત કરી છે અને સલમાન અલી આગાને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. હવે આગામી એશિયા કપ પહેલા પાકિસ્તાની ટીમ UAEમાં યોજાનારી ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેશે. આ ત્રિકોણીય શ્રેણીમાં પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન અને UAEની ટીમોનો સમાવેશ થાય છે. ત્રણેય ટીમો એકબીજા સામે બે-બે મેચ રમશે. આ પછી, પોઈન્ટ ટેબલમાં ટોચની 2 ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
 
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ નેધરલેન્ડ્સ સામે શ્રેણી રમશે
બીજી તરફ, બાંગ્લાદેશે પણ આગામી એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે અને લિટન દાસને ટીમની કમાન સોંપવામાં આવી છે. એશિયા કપ 2025 પહેલા, બાંગ્લાદેશ ટીમ નેધરલેન્ડ્સ સામે ત્રણ T20I મેચની શ્રેણી રમશે. આ શ્રેણી 30 ઓગસ્ટથી શરૂ થશે અને 3 સપ્ટેમ્બર સુધી ચાલશે.
 
આવી સ્થિતિમાં, પાકિસ્તાન, UAE અને બાંગ્લાદેશની ટીમો સારી તૈયારી કરી રહી છે. પરંતુ ભારતીય ટીમ T20 શ્રેણી રમી રહી નથી, તો ટીમની નબળાઈ અને તાકાત કેવી રીતે જાણી શકાશે. એશિયા કપ 2025 પહેલા ભારત શ્રીલંકા સામે શ્રેણી રમવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર આ શ્રેણી થઈ શકી નહીં, ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ માટે કોઈ અન્ય દેશ (જેમ કે ઝિમ્બાબ્વે અથવા આયર્લેન્ડ) સાથે T20 શ્રેણીનું આયોજન કરવું જોઈતું હતું. પરંતુ તેઓએ તેમ કર્યું નહીં. હવે સમય પસાર થઈ ગયો છે, કારણ કે એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.