1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 28 જુલાઈ 2018 (17:27 IST)

ઈગ્લેંડમાં વિજય માલ્યા સાથે દેખાયા વિરાટ, તો ફેંસે બતાવ્યો ગુસ્સો

ભારત અને ઈગ્લિશ ક્રિકેટ કાઉંટી એસેક્સ વચ્ચે રમાય રહેલ ત્રણ દિવસીય અભ્યાસ મેચ શુક્રવારે ડ્રો પર ખતમ થઈ. આ મેચમાં ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ દિનેશ કાર્તિક અને વિરાટ કોહલીએ પોતાના ફોર્મનો પરિચય આપ્યો તો બીજી બાજુ શિખર ધવન, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ફ્લોપ સાબિત થયા. મેચ દરમિયાન કપ્તાન વિઅરાટ કોહલી અને ઓપનર બેટ્સમેન શિખર ધવન ભાગડા કરતા જોવા મળ્યા. મેચ સમાપ્ત થતા વિરાટ કોહલીએ ઢોલ વગાડનારાઓ સાથે અને ફેંસ સાથે કેટલાક ફોટા પડાવ્યા.  અભ્યાસ મેચ દરમિયાન ત્રણેય દિવસ જ્યારે ખેલાડી મેદાન પર મેચ રમવા ઉતર્યા તો ઢોલ વગાડીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ. આ દરમિયાન ભારતીય ટીમે  પોતાના ઓફિશિયલ ઈસ્ટાગ્રામ પર એક તસ્વીર શેયર કરી.. આ તસ્વીરમાં વિરાટની પાછળ ઢોલવાળા પાસે નીચે એક ફેંસ બેસ્યો છે. જેનો ચેહરો દગાબાજી મામલાના મુખ્ય આરોપી વિજય માલ્યા સાથે મળતી આવે છે. 
 
આ તસવીરને જોતા ફેન્સ વિરાટ કોહલીને ટ્રોલ કરી રહ્યા છે. એક ફેને લખ્યું કે, ‘કોહલીએ ત્યાં જઇને માલ્યાને ના મળવું જોઇએ. આ માટે તેને સજા આપવી જોઇએ.’ 9 હજાર કરોડ રૂપિયાનો બેંકને ચુનો ચોપડનાર વિજય માલ્યા અત્યારે લંડનમાં છે. 
 
તસ્વીરમાં દેખાનાર વ્યક્તિ વિજય માલ્યા નથી પણ કોહલીનો એક ફેન છે. જેમનો ચેહરો વિજય માલ્યા જેવો જ દેખાય રહ્યો છે.