શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ફીફા ફુટબોલ વિશ્વકપ
Written By
Last Updated : ગુરુવાર, 12 જુલાઈ 2018 (14:25 IST)

Fifa World Cup 2018 - હાર સાથે આંસુઓમાં વહી ગયુ ઈગ્લેંડનુ સપનુ, આખી રાત શોકમાં ડૂબેલુ રહ્યુ લંડન

ફીફા વિશ્વ કપ 2018ના બીજા સેમીફાઈનલ મુકાબલમાં ઈગ્લેંડની હાર કદાચ જ તેમના ફેંસ ક્યારેય ફૂલી શકશે.  ક્રોએશિયા વિરુદ્ધ રમાયેલ આ મહત્વની હરીફાઈમં ઈગ્લેંડે પ્રથમ હાફના પ્રથમ પાંચ મિનિટમાં જ ગોલ બનાવ્યો હતો.  આ સાથે જ લંડનથી લઈને મૈનચેસ્ટરના રસ્તાઓ પર ઉત્સવનુ વાતાવરણ શરૂ થઈ ગયુ હતુ.  પણ કોણ જાણતુ હતુ કે દુલ્હનની જેમ સજાયેલા આ માર્ગ ટૂંક સમયમાં જ શોકમાં બદલાય જશે. 
 
ઇગ્લેન્ડ અને ક્રોએશિયા નિર્ધારિત સમય સુધી 1-1 પર હતા પરંતુ ત્યારબાદ એકસ્ટ્રા સમયમાં માનજુકિચે ગોલ ફટકારીને ટીમને ફાઇનલમાં સ્થાન અપાવ્યું હતું.  32 વર્ષીય માંડજુકિકે એકસ્ટ્રા ટાઈમના પણ બીજા હાફમાં 109 મિનિટમાં ગોલ કરીને ક્રોએશિયાને વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત ફાઈનલમાં સ્થાન અપાવ્યુ અને ઈગ્લેંડને વર્લ્ડકપની બહાર કરી નાખ્યુ. હવે  ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે ફાઇનલ રમાશે.