મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. ફીફા ફુટબોલ વિશ્વકપ
Written By
Last Modified: મંગળવાર, 3 જુલાઈ 2018 (14:03 IST)

નેમારને રીયાલ મૈડ્રિડ તરફથી મળી કરોડોની ઓફર ? જાણો શુ છે હકીકત

રીયાલ મૈડ્રિડે આ સમાચારોનુ ખંડન કર્યુ છે કે તેણે પેરિસ સેંટ જર્મન પાસેથી નેમારને ખરીદવા માટે વર્લ્ડ રેકોર્ડ 31 કરોડ યૂરો (36 કરોડ ડોલર)ની રજુઆત કરી છે. મૈડ્રિડે કહ્યુ કે સ્પેનના ટીવીઈના આ સમાચાર એકદમ ખોટી છે.  ટીમે કહ્યુ કે તેણે પીએસજી કે ખેલાડીને કોઈપણ પ્રકારની રજુઆત કરી નથી. 
નેમારના ગોલથી બ્રાઝીલે મૈક્સિકોને 2-0થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવવાના કલાકો પછી આ સમાચાર સામે આવ્યા હતા.  પેરિસ સેંટ જર્મન પર યૂએફાનુ દબાણ છે કે તે પોતાના ખેલાડીઓને વેચીને પૈસા એકત્ર કરે. ફ્રાંસના આ ક્લબને ફેયર પ્લે રૂલનુ પાલન કરવાની જરૂર છે.   જે ખેલાડીઓના ટ્રાંસફર અને વેતન પર નજર રાખે છે. 
ગયા વર્ષે બાર્સિલોના પાસેથી નેમારને ખરીદવા માટે પીએસજીએ રેકોર્ડ 22 કરોડ 20 લાખ ડોલરના રકમની ચુકવણી કરી હતી. નેમાર આ વર્લ્ડ કપમાં પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. આવામાં તેમના ટ્રાંસફરને લઈને હવા ફેલાવવી એ દેખીતુ છે.