સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 19 માર્ચ 2023 (16:20 IST)

INDvAUS : ભારતીય ટીમ 117 રન પર ધ્વસ્ત, મિચૅલ સ્ટાર્કે ઝડપી પાંચ વિકેટ

India vs Australia 2nd ODI Update - ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના  ડૉ.વાય.એસ.રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં (Y.S  Rajasekhar Reddy Cricket Stadium) રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાળી રહ્યો છે. સીરીઝની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા તેના સ્થાને કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના નિયમિત કેપ્ટન પેટ કમિન્સના સ્થાને, બેટ્સમેન સ્ટીવ સ્મિથ આ શ્રેણીમાં કેપ્ટનશીપ જોવા મળી રહ્યો છે.
 
ટીમ ઈન્ડિયા 117 રન પર ઑલઆઉટ થઈ 
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો દાવ 117 રનમાં સમેટાઈ ગયો છે. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 31 રન બનાવ્યા, જ્યારે અક્ષર પટેલ 
 
29 રન બનાવીને અણનમ રહ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 5, શોન એબોટે 3 અને નાથન એલિસે 2 વિકેટ લીધી હતી.