જ્યારે ઘાયલ થતા રડી પડ્યા હતા વિરાટ કોહલી....
પ્લેઈંગ ફોર હ્યૂમેનિટી અને વિરાટ કોહલી ફાઉંડેશન ચેરિટી તરફથી આયોજીત ફુટબોલ મેચ દરમિયાન દિગ્ગજ ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલી અને યુવરાજ સિંહ ઘાયલ થઈ ગયા. ઘાયલ થવાને કારણે વિરાટ કોહલી દુખાવાને કારણે રડી પડ્યા.
મુંબઈના અંધેરી સ્પોડ્સ કૉમ્પલેક્સમાં ક્રિકેટર્સ અને ફિલ્મ સ્ટાર્સ વચ્ચે એક પ્રદર્શની મેચ ચાલી રહી હતી. અભિષેક બચ્ચનની ઑલ સ્ટાર્સ ટીમ અને વિરાટ કોહલીની ઑલ હાર્ટ ફુટબોલ ક્લબ ટીમ સામ સામે હતી.
મેચ રમ્તા વિરાટ કોહલી અને યુવરાજ ઘાયલ થઈ ગયા. કોહલી અને યુવરાજ સિંહને વચ્ચે જ મેચ છોડવી પડી અને મુકાબલો 2-2થી ડ્રો થઈ ગયો. જો કે રાહતની વાત તો એ હતી કે વિરાટ ગંભીર રૂપે ઘવાયા નહોતા.