ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 2 એપ્રિલ 2023 (17:46 IST)

IPL 2023: મુંબઈની સામે મેચથી પહેલા બેંગલોરની મોટી મુશ્કેલીઓ, આ મેચ વિનર ખેલાડી રહેશે ટીમથી બહાર

MI vs RCB: IPLમાં આજે એટલે કે રવિવારે બે મોટી મેચો રમાવાની છે. પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે જ્યારે બીજી મેચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ પહેલા રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ મેચમાં ટીમના બે મોટા ખેલાડીઓ પ્રથમ મેચમાં રમી શકશે નહીં. 
 
આરસીબી ટીમમાં આ સિઝનની પ્રથમ મેચમાં એક ઘાતક બોલર પણ ટીમનો ભાગ નહીં હોય. ઓસ્ટ્રેલિયાનો ખતરનાક બોલર જોશ હેઝલવુડ પણ આ મેચમાં ટીમ સાથે નહીં રમે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ માટે આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણું ટેન્શન છે