ગુરુવાર, 23 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (16:10 IST)

ઈશાન કિશને શુભમન ગિલને મારી જોરદાર થપ્પડ, Videoમાં જુઓ શુ હતો પૂરો મામલો

ishan kishan
ભારતીય ટીમે તાજેતરમાં ન્યુઝીલેંડને ત્રણ મેચોની ટી20 શ્રેણીમાં 2-1થી હરાવીને શાનદાર જીત પોતાને નામ કરી હતી. ટીમ ઈંડિયાની આ જીતમાં મુખ્ય યોગદાન રહ્યુ હતુ શુભમન ગિલનુ જેણે ડિસાઈડર મેચમા 126 રનની અણનમ રમત રમી હતી. સાથે જ  ઇશાન કિશનને લઈને પણ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, જે આ સમગ્ર શ્રેણી અને અગાઉની શ્રેણીમાં આઉટ ઓફ ફોર્મ હતો. આ વચ્ચે ટી20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરતી આ જોડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈશાન તેના પાર્ટનર શુભમન પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે અને તેણે ગિલને જોરથી થપ્પડ પણ મારી દીધી છે.

 
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોએ પહેલી નજરમાં બધા ભારતીય ફેંસની ચિંતા વધારી દીધી. દરેક કોઈ એ જ વિચારી રહ્યુ હતુ કે છેવટે ઈશાન કિશન અને શુભમન ગિલ વચ્ચે શુ થઈ ગયુ. આ વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલ પણ જોવા મળે છે જે ચૂપચાપ બેસીને બધો તમાશો જોઈ રહ્યા છે. હવે જો આખા મામલાની વાત કરીએ તો શુભમન ગિલે પોતાના ઈસ્ટાગ્રામ પર પોતે આ વીડિયો શેયર કર્યો અને તેના કેપ્શનથી સ્પષ્ટ થયુ છે મામલો શુ હતો. 
 
ઈશાનને કેમ આવ્યો ગિલ પર ગુસ્સો ?
 
ઉલ્લેખનીય છે કે ભારતના આ ત્રણ ક્રિકેટર એક રિયાલિટી શો ના એક સીનને રિક્રિએટ કરી રહ્યા હતા. આ વીડિયોમાં ચહલ અને ઈશાન એ શો ના જજની ભૂમિકા ભનવી રહ્યા છે. બીજી બાજુ શુભમન ગિલ એક કંટેસ્ટેંટનુ પાત્ર ભજવી રહ્યા છે.  આ દરમિયાન જજ ઈશાન કંટેસ્ટેંટ ગિલ પર ભડકે એજાય છે. એ જ ગરમાગરમીમાં પહેલા તે ગિલને કહે છે કે ખુદને થપ્પડ મારો.  એ દરમિયા એકવાર પોતે પણ ગિલને તમાચો મારી દે છે.  જો આ વીડિયોની ગંભીરતા પર વાત કરીએ તો આ ત્રણેય ક્રિકેટરોની એક માત્ર મજાક હતી. ત્રણેયએ એ સીનને રિક્રિએટ કરતા એક ફની વીડિયો બનાવ્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.   
 
ટેસ્ટ શ્રેણી પર રહેશે ગિલ પર નજર 
 
ભારતીય ટીમ હવે 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત કરશે.  દરેકની ખાસ નજર શુભમન ગિલ પર રહેશે, જે શાનદાર લયમાં ચાલી રહ્યો છે. તે જ સમયે, ઇશાન કિશનને પણ પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં બોલાવવામાં આવ્યો છે. રોહિત અને રાહુલની હાજરીમાં શુભમન ગિલ કઈ સ્થિતિમાં રમે છે તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ કેએસ ભરતની ઉપર નાગપુર ટેસ્ટમાં ઈશાન કિશનને તક મળે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. હાલમાં, ઇશાન અને શુભમનની જોડી આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય કેમ્પમાં સાથે જોવા મળશે. સાથે જ બંને ખેલાડીઓ ખૂબ રમુજી પણ છે, તેથી તમે આવનારા ભવિષ્યમાં આવા વધુ રમુજી વિડિઓઝ પણ જોઈ શકો છો.