સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (16:26 IST)

એશિયા કપ 2003 માંથી અચાનક બહાર થયા કેએલ રાહુલ, આ ખતરનાક ખેલાડીને કર્યો રિપ્લેસ

KL Rahul: એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટથી થઈ રહી છે. ભારતીય ટીમની પહેલી મેચ 2 સપ્ટેમ્બરથી પાકિસ્તાન વિરુદ્ધ રમાવાની છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે એશિયા કપમાં કે એલ રાહુલને ટીમ ઈંડિયાની પ્લેઈંગ XI માં વિકેટકીપરના રૂપમાં સામેલ કરવામાં આવશે. પણ ટુર્નામેંટની શરૂઆત થતા પહેલા જ એવા કેએલ રાહુલ(KL Rahul) ને લઈને એવા સમાચાર આવ્યા છે જે ટીમ ઈંડિયા અને ભારતીય ક્રિકેટ ફેંસને પરેશાન કરનારા છે. 
  
કેએલ રાહુલ વિશે શુ છે અપડેટ ?
2 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ હતી. તેમા કેએલ રાહુલ વિકેટકીપિંગ કરતા જોવા મળ્યા હતા. આ તસ્વીર પછી એવો અંદાજ લગાડવામાં આવ્યો કે રાહુલ(KL Rahul) એકદમ ફીડ છે અને મધ્યમક્રમ માટે બેટિંગ સથે વિકેટકીપિંગની જવાબદારી માટે પણ તૈયાર છે. પણ લેટેસ્ટ રિપોર્ટ એ છે કે કેએલ રાહુલે વિકેટકિપિંગ કરતી વખતે પરેશાનીનો ઉલ્લેખ કર્યો છે. આ ટીમ ઈંડિયા અને ખુદને માટે સારા સમાચાર નથી પરેશાનીનો મતલબ એ જ છે કે તેઓ સંપૂર્ણ રીતે ફીટ નથી. 

 
ઉલ્લેખનીય છે કે  21 ઓગસ્ટે એશિયા કપ માટે ટીમની જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું હતું કે કેએલ રાહુલ જૂની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે પરંતુ તેને બીજી ઈજા થઈ છે અને તેનું કારણ શું છે. આ કારણે તેને એશિયા કપની શરૂઆતની 1-2 મેચમાંથી બહાર રહેવું પડી શકે છે.
 
જે પ્રકારના લેટેસ્ટ રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે, જો તેને ગંભીરતાથી લેવામાં આવે તો કેએલ સંપૂર્ણપણે રમવા માટે ફિટ નથી. જો આમ થશે તો સંજુ સેમસનને મુખ્ય ટીમમાં સામેલ કરી શકાય છે.