ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 21 ઑગસ્ટ 2023 (14:02 IST)

Asia Cup 2023: એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેર, આ 17 ખેલાડીઓની થઈ પસંદગી

team india for asia cup
team india for asia cup
India's squad for Asia Cup 2023: એશિયા કપ 2023 માટે ભારતના 17 ખેલાડીઓના સ્ક્વૉડનુ એલાન થઈ ચુક્યુ છે. આ મોટી ટુર્નામેંટ માટે ભારતીય ટીમનુ એલાન થઈ ચુક્યુ છે.  આ ટીમની પસંદગી ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને કપ્તાન રોહિત શર્માએ પ્રેસ કૉન્ફરેંસ દ્વારા કરી.  આ ટૂર્નામેંટ 30 ઓગસ્ટના રોજ શરૂ થવાનુ છે. જ્યા પહેલો મુકાબલો નેપાળ અને પાકિસ્તાન વચ્ચે થશે.  બીજી બાજુ ભારત પોતાના અભિયાનની શરૂઆત 2 સપ્ટેમ્બરના રોજ કૈંડીમાં ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાન વિરુદ્ધ કરશે.  આશા મુજબ કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની ટીમમાં કમબેક થઈ ચુક્યુ છે. પણ સિલેક્ટર્સએ બધાને હેરાન કરતા શુભમન ગિલને ટીમમાંથી બહાર કરી દીધો છે.  આ ઉપરાંત બીજા પણ અનેક એવા યુવા ખેલાડીઓને ટીમ ઈંડિયામાં સ્થાન આપ્યુ છે. આ ખેલાડીઓ તાજેતરમા સારુ પ્રદર્શન કર્યુ છે. 

 
એશિયા કપ માટે મજબૂત સ્ક્વૉડનુ એલાન 
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ એશિયા કપ માટે ભારતીય ટીમમાં રાહુલ અને અય્યર ઉપરાંત સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશનને પણ સામેલ કર્યા છે. આ ઉપરાંત તાજેતરમાં વેસ્ટઈંડિઝ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરનારા તિલક વર્માને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે.  બીજી બાજુ ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા રહેશે.   
 
શમી-સિરાજ અને બુમરાહ બોલિંગ લાઈન અપમાં સામેલ 
ભારતીય ક્રિકેટ ટીમમાં એશિયા કપ માટે ઓલરાઉંડરના રૂપમાં રવિન્દ્ર જડેજા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરની પસંદગી કરવામાં આવી છે.  બીજી બાજુ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજનુ કમબેક ફાસ્ટ બોલરોના રૂપમા થઈ ગયુ છે.  બીજી બાજુ પ્રસિદ્ધ કૃષ્ણા પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત કુલદીપ યાદવ ટીમમા સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં લેવામાં આવ્યા નથી. સંજૂ સેમસન ટીમના બેકઅપ ખેલાડી છે. 


એશિયા કપ માટે ભારતીય ટીમ 
 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શમી. , કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.