Kuldeep Yadav Engagement: કોણ છે ક્રિકેટર કુલદીપ યાદવની ફિયાન્સી ? ક્યારે થશે ચાઈનમેનના લગ્ન ? જુઓ તસ્વીરો
Vanshika Chadha Biography: ભારતીય ટીમના ચાઈનામેન બોલર કુલદીપ યાદવે પોતાની પર્સનલ લાઈફમાં એક નવા દાવની શરૂઆત કરી છે. બુધવારે લખનૌ સ્થિત એક હોટલમાં કુલદીપ યાદવે સગાઈ કરી લીધી. તેમણે પોતાની બાળપણની મિત્ર વંશિકા ચઢ્ઢા સાથે સગાઈ કરી છે. લખનૌની એક હોટલમાં આયોજિત આ સગાઈ સમારોહ ખૂબ જ ખાનગી હતો. સમારોહમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારોહ ખૂબ જ ખાનગી અને પરંપરાગત શૈલીમાં યોજાયો હતો. ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ સહિત ઘણા ક્રિકેટરોએ પણ સગાઈ સમારોહમાં હાજરી આપી હતી.
સગાઈ સમારોહમાં ક્રિકેટર કુલદીપ યાદવે ઓફ વ્હાઈટ કલરની બંદગલા શેરવાની પહેરી હતી. તેમ તે ખૂબ રોયલ લુકમાં દેખાયા. બીજી બાજુ વંશિકાએ નારંગી રંગનો હેવી લહેંગો પહેર્યો હતો. આ લહેંગામા તે ખૂબ સુંદર દેખાય રહી છે. કુલદીપ વંશિકાની સગાઈની તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.
આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની તરફથી રમનારા સ્ટાર સ્પિનર કુલદીપે આ વર્ષે શાનદાર પ્રદર્શન કરીને 15 વિકેટ મેળવી છે. તેમણે બુધવારે લખનૌમાં ખૂબ ચૂપચાપ રીતે સગાઈ કરી લીધી.
કાર્યક્રમમાં કુલદીપ અને વંશિકાના સગાસંબંધીઓ ઉપરાંત કેટલાક ખાસ લોકો સામેલ થયા. સગાઈમાં શહેરમાંથી કેટલાક નિકટના મિત્રો અને કોચ કપિલ પાંડેય સામેલ થયા. બીજી બ આજુ યૂપીસીએના અધિકારીઓએ કુલદીપને ફોન કરીને શુભેચ્છા આપી.
કોણ છે વંશિકા ?
વંશિકાના પિતા યોગેન્દ્ર સિંહ ચઢ્ઢા, જે કાનપુરના શ્યામનગર લાલબંગલા ખાતે રહે છે, તેઓ LICમાં નોકરી કરે છે. તે જ સમયે, વંશિકા હાલમાં ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે. એક નજીકના મિત્રએ જણાવ્યું કે વંશિકાએ 2017 માં સેન્ટ મેરીમાંથી 12મું ધોરણ પાસ કર્યું હતું. ત્યારબાદ તે વધુ અભ્યાસ અને નોકરી માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી.
કુલદીપ યાદવ અને વંશિકા બાળપણના મિત્રો છે. તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ અને હવે બંનેની સગાઈ થઈ ગઈ છે. બંને જૂનમાં જ સગાઈ પછી લગ્ન કરવાના હતા, પરંતુ કુલદીપને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા હોવાથી, લગ્ન હવે પછી થશે.
લગ્નની તારીખ હજુ નક્કી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરશે. કુલદીપ 5 જૂનની સવારે ઇંગ્લેન્ડ જવા રવાના થશે. તેને 20 જૂનથી ત્યાં પહેલી ટેસ્ટ મેચ રમવાની છે.
રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજ સાથે પહોંચ્યા
સિક્સર કિંગ તરીકે જાણીતા રિંકુ સિંહ મછલીશહરના સાંસદ પ્રિયા સરોજ સાથે સમારોહમાં પહોંચ્યા હતા. તેમણે કુલદીપ અને વંશિકાને અભિનંદન આપ્યા હતા. રિંકુ અને પ્રિયાની સગાઈ 8 જૂને લખનૌની એક હોટલમાં થવાના છે.
આ સાથે સપા સાંસદ પ્રિયા સરોજ પણ કાર્યક્રમમાં પહોંચી હતી. તેમણે કુલદીપ અને વંશિકા સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો. પ્રિયા સરોજે કેપ્શનમાં લખ્યું હતું - કુલદીપ ભૈયા અને વંશિકાને હાર્દિક અભિનંદન!