IND vs AUS 3rd Test Day 3: ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો, અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં વોર્નરને 10મી વાર આઉટ કર્યો
AUS vs IND 3rd Test Day 3: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. પ્રથમ ઇનિંગ્સમાં 244 રન બનાવીને ભારત ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ 94 રનની બઢત મળી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 338 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કંગારૂ ટીમના કપ્તાન ટિમ પેન એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમયે શ્રેણી 1-1 થી બરાબરી પર ચાલી રહી છે. બંને ટીમોની વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ એડિલેટમાં રમાઈ હતી. જેને ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટથી જીતી હતી. જ્યારે કે બીજા મુકાબલામાં ભારતે પલટવાર કરતા આ મુકાબલો આઠ વિકેટથી પોતાને નામે કર્યો હતો.
- 10 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 39/2, લાબુશેન 13 અને સ્ટીવ સ્મિથ 2 રન બનાવીને રમી રહ્યા છે.
- 9.1 ઓવરમાં ડેવિડ વોર્નરને અશ્વિનની બોલ પર ડેવિડ વોર્નરે ઑન ફીલ્ડ એ એલબીડબ્લ્યુ ની અપીલ પર આઉટ જાહેર કર્યો. . વોર્નરે રિવ્યુ લીધો, પરંતુ તે વિકેટની સામે જોવા મળ્યા. વોર્નરે 3 રન બનાવ્યા.