એશિયા કપ ટ્રોફી લઈને ફરાર થનારા મોહસિન નકવી કોણ છે ? પાકિસ્તાન સરકારમાં પણ સાચવી રહ્યા છે મહત્વના પદ
એશિયાકપ 2025 ના ખિતાબી મુકાબલમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાની ક્રિકેટ ટીમને કરારી હાર આપી છે. ભારતની એશિયા કપમાં જીત છતા પાકિસ્તાને થોડુ નાટક કર્યુ, જેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જીત પછી ભારતીય ટીમે પાકિસ્તાનના મોહસિન નકવીના હાથે એશિયા કપ ટ્રોફી લેવાની ના પાડી દીધી હતી. જ્યારબાદ નકવી એશિયા કપ ટ્રોફી લઈને મેદાનમાંથી પાછા ફર્યા. હવે સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે મેચ જીત્યા બાદ પણ ટીમ ઈંડિયા પાસે એશિયાકપ ટ્રોફી નથી તો આ કેવી રીતે પરત મળશે.
મોહસિન નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી છે અને સાથે જ એશિયન ક્રિકેટ કાઉંસિલ (ACC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વર્તમાન ચેયરમેન છે. નકવીએ શરૂઆતથી જ ભારત વિરોધી વલણ માટે જાણીતા છે અને તેઓ અનેક અવસરો પર ભારત વિરુધ ઝેર ઓકી ચુક્યા છે. નકવીએ પાકિસ્તાનનો એક એવો સંબંધ માનવામાં આવે છે જે ભારત વિરુદ્ધ નિવેદનબાજી કરીને ચર્ચામાં રહે છે. નકવી જાન્યુઆરી 2023 થી ફેબ્રુઆરી 2024 સુધી પંજાબ શહેરના કેયરટેકર મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે.
જરદારી અને આસિમ મુનિરના છે ખાસ
મોહસિન નકવીને પીપીપી નેતા આસિફ અલી જરદારી અને પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરના નિકસ્થ માનવામાં આવે છે. જરદારી અને આસિર મુનીર પહેલાથી જ પોતાના ભારત વિરોધી એજંડા માટે જાણીતા છે. એવુ માનવામાં આવે છે કે એશિયા કપ ટ્રોફીને લઈને ગાયબ થયેલા નકવી, પાકિસ્તાનમાં પોતાના આકાઓને ખુશ કરવા માટે આવુ કરી રહ્યા છે.
એશિયા કપ ટ્રોફી જીત્યા બાદ મેદાન પર શુ થયો વિવાદ ?
એશિયાકપની ફાઈનલ જ્યારે ભારતે જીતી લીધી તો પુરસ્કાર વિતરણ સમારંભ ખૂબ મોડેથી શરૂ થયો. ત્યારબાદ ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી લેવાની ના પાડી દીધી. જો કે નકવી મંચ પર થોડી વાર સુધી રાહ જોતા રહ્યા. પણ ભારતીય ટીમને ટ્રોફી ન આપવામાં આવી. હવે આ મામલો તૂલ પકડતો જોવા મળી રહ્યો છે. કારણ કે દુનિયાભરમાં તેને લઈને ખૂબ ચર્ચા શરૂ થઈ રહી છે. ભારત તરફથી આ મામલે લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે.