સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 22 મે 2021 (13:03 IST)

ભારત ઈગ્લેંડને 5-0થી આપશે ક્લીનચિટ, ઈગ્લેંડના પૂર્વ બોલર મોંટી પનેસરે કરી ભવિષ્યવાણી

ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે 18થી 22 જૂન દરમિયાન ઈગ્લેંડના સાઉતમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો થવાનો છે. આ મોટી મેચ પછી ભારત અને મેજબાન ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે. 3 મહિનાથી પણ વધુ લાંબા આ પ્રવાસ માટે ભારતીય ટીમ, 2 જૂનના રોજ ઈગ્લેંડ જશે.  બંને ટીમ વચ્ચે આ સીરિઝ પહેલા ઈગ્લેંડના પૂર્વ સ્પિનર મોંટી પનેસરે ભવિષ્યવાણી કરતા ભારતના 5.0 થી ટેસ્ટ શ્રેણી જીતવાની વાત કરી છે. 
 
મોટી પનેસરે એક પ્રાઈવેટ ચેનલ સાથે વાત કરતા કહ્યુ કે ભારતની ટીમ યોગ્ય સમયે ઈગ્લેંડનો પ્રવાસ કરી રહી છે.  ઓગ્સ્ટમાં જ્યારે તે ઈગ્લેંડથી ટેસ્ટ સીરુઝ રમી રહી હશે તો ત્યા હવામાન ગરમ રહેશે. આવામં તે બે સ્પિનર રમાડી શકે છે. તેમણે આગળ કહ્યુ કે ભારતની વર્તમાન ટીમમાં એ વાત છે કે તે ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં 5-0થી ક્લીન સ્વીપ કરી શકે છે. જો ભારતી ટીમ આવુ કરવામાં સફળ રહે છે તો તે વિદેશમાં તેની સૌથી મોટી જીત રહેશે. 
 
પાનેસર પહેલા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વૉન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડની જીતની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે આ મારે માટે સ્પષ્ટ છે કે  ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વધુ સારી ટીમ સાબિત થશે. ન્યુઝીલેન્ડમાં પાસે વધુ ખેલાડીઓની ટુકડી હશે જેમણે લાલ બોલથી વધુ ક્રિકેટ રમી છે. ખાસ કરીને ઇંગ્લેન્ડના ડ્યુક બોલથી. વોર્ને અહી વર્તમાન ન્યુઝીલેન્ડની ટીમને ઇતિહાસની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ ગણાવી હતી.
 
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા: રોહિત શર્મા, શુબમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કેપ્ટન), હનુમા વિહારી, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, ઋષભ પંત, વૃદ્ધિમાન સાહા, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ.