શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (16:17 IST)

ધોની પોતાના સાસરીમાં બનાવશે ફાર્મ હાઉસ, ક્યાક આ સાક્ષી માટે વેલેન્ટાઈન ગિફ્ટ તો નથી ને ?

ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ભલે વેલેંટાઈંસ ડે ને પત્ની સાક્ષી સાથે ન મનાવે. પણ તે એક વિશેષ ભેટ સાથે આ અવસરને ખાસ બનાવી શકે છે.  ધોની એક ફાર્મ બનાવવા જઈ રહ્યા છે અને જે તેની લોકેશન છે તે સાક્ષી માટે ખૂબ જ ખાસ છે. સમાચારનુ માનીએ તો ધોની પોતાના સાસરિયે મતલબ કે દેહરાદૂનમાં ફાર્મ હાઉસ બનાવવાનુ વિચારી રહ્યા છે. 
 
આ માટે સહસ્ત્રધારા રોડ પર કાલા ગાવમાં જમીન પણ પસંદ કરી દીધી છે. ધોનીની પત્ની સાક્ષી ખુદ કાલા ગાવ પહોંચીને જમીનનું પરીક્ષણ કરી ચુક્યા છે અને જમીનને માપવાનુ કામ પણ પુરૂ થયુ છે. 
 
ધોની હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. તેમની પત્ની તેના પિયર દેહરાદૂનમાં આવી છે.  થોડા દિવસ પહેલા સાક્ષી પોતાના માતા પિતા સાથે સહસ્ત્રધારા રોડ પર કાલા ગાવમાં આ જમીન જોવા ગઈ હતી. 
 
જાણવા મળ્યુ છે કે આ જમીન સાક્ષીના મા ના નામ પર છે.  કાલા ગાવ સ્થિત આ નવ વીધા જમીનના ઝાડપાન કાપી નાખવામાં આવ્યા છે અને શનિવારે જમીનની માપણી પણ કરી લેવામાં આવી.