1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified મંગળવાર, 17 જુલાઈ 2018 (17:40 IST)

IND vs ENG 3RD ODI LIVE: ટીમ ઈંડિયાની બેટિંગ શરૂ, આગામી વર્લ્ડ કપને કારણે આ સીરિઝ મહત્વની

છેવટે એ દિવસ આવી ગયો જેનો કરોડો ભારતીય ક્રિકેટપ્રેમી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફ્ક્ત વિરાટ એંડ કંપની જ નહી પણ ઈગ્લેંડને પણ એટલી જ આતુરતા છે. ભારત અને ઈગ્લેંડ વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી મેચ અહી રમાય રહી છે. જે પણ ટીમ આ મેચમાં જીત મેળવશે શ્રેણી પર તેનો કબજો થશે.  રવિ શાસ્ત્રી સહિત સમગ્ર મેનેજમેંટને આ ક્ષણનો ઈંતજાર છે. 
 
 
ફરક એટલો છે કે જ્યા હેડિગ્લેમાં થઈ રહેલ ત્રીજી અને નિર્ણાયક વનડે હરિફાઈ પહેલા ઈગ્લેંડે આ વાતની દિલથી રાહ જોઈ તો ભારતે આને બસ એક વધુ મેચ ગણાવી. જો કે ભારત કંઈ પણ કહે પન આ ખૂબ જ મહત્વપૂર્ણ અને સ્પષ્ટ રૂપે અનુભવી શકાય છે કે ટીમ ઈંડિયા માટે ત્રીજા મુકાબલામાં મળેલ જીતનુ મહત્વ શુ હશે.  ત્રણ મેચોની શ્રેણીમાં આ સમયે બંને ટીમો 1-1 થી બરાબરી પર છે. મેચમાં ઈગ્લેંડના કપ્તાન ઈયોન મોર્ગેને ટોસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.  ટીમ ઈંડિયાની બેટિંગ શરૂ થઈ ગઈ છે..