INDvsNZ: 299 પર ઓલ આઉટ થયુ ન્યૂઝીલેંડ, અશ્વિને ઝડપી 6 વિકેટ
ન્યૂઝીલેંડે ભારત વિરુદ્ધ ત્રીજા અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં 299 રન બનાવ્યા.
ભારતે પ્રથમ દાવમાં પાંચ વિકેટ પર 557 રન બનાવ્યા પછી દાવ જાહેર કર્યો હતો જેના કરતા ન્યૂઝીલેંડની ટીમ 258 રન પાછળ રહી પણ મેજબાન ટીમે ફોલોઓન ન થવા દેવાનો નિર્ણય કર્યો.
ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને છ વિકેટ ઝડપી. ન્યૂઝીલેંડ તરફથી માર્ટિન ગુપ્ટિલે 72 અને ટામ લૈથમે 53 રન બનાવ્યા.
- કોઈપણ રન લીધા વગર બોલ્ટ થયા આઉટ અને ન્યૂઝીલેંડનો દાવ 299 પર સમેટાયો
આ અગાઉ ગઇકાલે ભારતે 5 વિકેટે 557 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. લાથમ અને ગુપ્ટિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 118 રનની ભાગીદારી નોઁધાવી ટીમને સારી શરૂઆત અપાવી હતી પરંતુ બાદમાં કોઇ પણ બેટ્સમેન અશ્વિનની બોલિંગનો સામનો કરી શક્યો નહોતો. કેપ્ટન વિલિયમ્સન (8), ટેલર (0), અને રોન્ચી (0) રને આઉટ થઇ જતાં ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.