બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (13:29 IST)

INDvsAUS: ઓસ્ટ્રેલિયા સામે ટક્કર લેવા તૈયાર ઈંડિયા, BCCIએ કરી શેડ્યૂલની જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ગુરૂવારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેંડ વિરુદ્ધ આગામી શ્રેણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઈએ એક નિવેદન રજુ કરી આ વાતની માહિતી આપી. ઓસ્ટ્રેલિયાઈ ટીમનો ભારત સાથે પ્રથમ મુકાબલો 17 સપ્ટેમ્બરના રોજ થશે.  આ પ્રવાર પર તેઓ પાંચ વનડે મેચોની શ્રેણી અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમશે. 
 
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ મેચ ચેન્નઈમાં રમાશે. જ્યારે કે બીજી મેચની મેજબાની 21 સપ્ટેમ્બરના રોજ કલકત્તાના ઈડન ગાર્ડસ કરશે.  ત્રીજી મેચ ઈન્દોરમાં 24 સપ્ટેમ્બરના રોજ રમાશે. ચોથી મેચ બેંગલુરૂમાં 28 સપ્ટેમ્બરના રોજ અને પાંચમી મેચ નાગપુરમાં એક ઓક્ટોબરના રોજ રમાશે. 
 
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી-20 મેચ રાંચીમાં 7 ઓક્ટોબરના રોજ રમાશે. બીજી અને ત્રીજી મેચ ગુવાહાટી અને હૈદરાબાદમાં 10 અને 13 ઓક્ટોબરના રોજ રમાશે