ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 30 મે 2023 (17:29 IST)

Rivaba Viral Video: રીવાબાએ સોશિયલ મીડિયા પર આ અંદાજમાં મચાવી ખલબલી, આઈપીલ જીત્યા પછી જડેજા પર આ રીતે લુટાવ્યો પ્રેમ

rivaba
સતત રાહ જોયા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી IPL સિઝન 16ની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ટાઈટલ મેચમાં ચેન્નઈ સુપર ટીમનો 5 વિકેટે વિજય થયો હતો. ચેન્નાઈની આ જીતમાં રવિન્દ્ર જાડેજાનો મોટો ફાળો હતો. આ મેચમાં જાડેજાએ કંઈક એવું કર્યું જેના પછી તેમની પત્ની રીવાબાએ તેમને ગળે ભેટી પડી.


ભાવુક થઈ ગયા રીવાબા
ઉલ્લેખનીય  છે કે  બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં ગાઢ ટક્કર જોવા મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સને ટ્રોફી જીતવા માટે છેલ્લા 2 બોલમાં 10 રનની જરૂર હતી અને આ દરમિયાન રવિન્દ્ર જાડેજા સ્ટ્રાઈક પર હતા.  આ ઓવરમાં ગુજરાતના ઓલ સિઝનનો બેસ્ટ પરફોર્મર મોહિત શર્મા બોલિંગ કરી રહ્યા હતા.  

છેલ્લી ઓવરના 5માં બોલ પર રવિન્દ્ર જાડેજાએ સિક્સર અને છેલ્લી બોલ પર ફોર ફટકારીને પોતાની ટીમને 5મું ટાઇટલ અપાવ્યું હતું. આ મેચમાં જાડેજાએ 6 બોલનો સામનો કરીને 15 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ જીત બાદ તેમના ધારાસભ્ય પત્ની રીવાબા જાડેજા એટલા ખુશ થઈ ગયા કે તેમણે પોતાના પતિને મેદાનમાં જ ગળે લગાવ્યા.