સોમવાર, 27 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 ઑક્ટોબર 2025 (12:39 IST)

રોહિત શર્માની Tesla Model Y ની શુ છે કિમંત ? ફીચર્સ અને સેફ્ટી જાણીને રહી જશો હેરાન

rohit sharma
rohit sharma
ભારતીય ક્રિકેટ ટીમના હિટમૈન રોહિત શર્માની સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી વનડે શ્રેણીમાં સદી મારીને સૌને ચોંકાવી દીધા છે. ક્રિકેટ ઉપરાંત રોહિત શર્મા લકઝરી કારોના શોખીન પણ છે. તાજેતરમાં જ ક્રિકેટરે પોતાના કલેક્શન Tesla Model Y સામેલ કરી છે. આ કાર લકઝરી અને એડવાંસ ટેકનોલોજીનુ શાનદાર પેકેજ છે. જે તેને બાકી ઈલેક્ટ્રિક ગાડીઓથી અલગ બનાવે છે. આવો  આ ગાડીના ફીચર્સ અને કિમંત પર નજર નાખીએ. 
 
 Tesla Model Y ની ભારતમાં શરૂઆતી એક્સ શો રૂમ કિમંત 59.89 લાખ મુકવામાં આવી છે. જ્યારે કે તેનુ Long Range વેરિએંટ 67.89 લાખ રૂપિયા સુધી જાય છે. રોહિત શર્માએ  esla Model Y RWD Standard Range વેરિએંટ ખરીદી છે. જેની એક્સ શોરૂમ કિમંત 67.89 લાખ રૂપિયા છે. રોહિત શર્મા નુ ગેરેજ પહેલાથી જ સુપરકારોથી ભરેલુ છે. રોહિત પાસે   Lamborghini Urus SE, Range Rover HSE Long Wheelbase, Mercedes-Benz S-Class અને GLS 400d, BMW M5, Skoda Octavia અને  Toyota Fortuner જેવી અનેક શાનદાર કાર છે. 
 
કેવા છે Tesla Model Y ના ફીચર્સ ?
Tesla Model Y ને Insurance Institute for Highway Safety (IIHS) ની તરફથી Top Safety Pick+ રેટિંગ મળી છે જેમા ADAS (Advanced Driver Assistance System), ઑટોનૉમસ ઈમરજેંસી બ્રેકિંગ ફોરવર્ડ કોલિજન વાર્નિંગ, બ્લાઈંડ સ્પૉટ મોનિટરિંગ, લેન ડિપાર્ચર એવોઈડેસ અને 360° કૈમરા સિસ્ટમ જેવી એંડવાંસ ટેકનોલોજી આપવામાં આવી છે. આ ઉપરાંત કારમાં  ABS with EBD, ટ્રૈક્શન કંટ્રોલ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવી સુરક્ષા સુવિદ્યાઓ રહેલી છે જે દરેક ડ્રાઈવને સેફ બનાવે છે.  
 
Tesla Model Y ની રેંજ 
Tesla Model Y બે વેરિએંટ્સ  -Standard Range (60 kWh) અને Long Range (75 kWh) મા રહેલી છે. કંપનીઓનો દાવો છે કે  Standard Range વર્જનની રેંજ 500 કિમી સુધી છે, જ્યારે કે Long Range મૉડલ એકવાર ચાર્જમાં 622 કિમી સુધી જઈ શકે છે.  રિયલ વર્લ્ડ કંડીશન્સમાં તેની રેંજ 400 થી 550 કિમીની વચ્ચે છે.  ચાર્જિંગના મામલે આ SUV ખૂબ ફાસ્ટ છે. હોમ ચાર્જર થી તેને 8-10 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. જ્યારે કે  Tesla Supercharger થી માત્ર 15 મિનિટમાં 238–267 કિમી સુધીની રેંજ ચાર્જ થઈ જાય છે.