1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (17:45 IST)

રોહિત બનશે વનડે કેપ્ટન : દક્ષિણ આફ્રિકામાં રોહિતની કપ્તાનીમાં રમશે કોહલી, ટીમ રવાના થતા પહેલા થઈ શકે છે એલાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ટી-20 પછી વનડેની કપ્તાની પણ રોહિત શર્માને સોંપવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાનાના પ્રવાસ પર વનડે સીરીઝમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે. તેની સત્તાવાર જાહેર્રાત પણ પ્રવાસ માટે ટીમની જાહેરાત દરમિયાન જ કરવામાં આવી શકે છે. 
 
સૂત્રોના હવાલાથી એક રિપોર્ટમાં બતાવ્યુ કે રોહિતને વનડેની કપ્તાની સોપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતીય ટીમને આ મહિને દક્ષિણ આફ્રિકા જવાનુ છે. જ્યા ટીમ 3 ટેસ્ટ, 3 વનડે મેચ રમશે. 
 
ન્યુઝીલેંડ વિરુદ્ધ રોહિત ટી-20ની  કરી ચુક્યા છે કપ્તાની 
 
રોહિત શર્મા ન્યુઝીલેંડ વિરુદ્ધ ટી-20 ઘરેલુ સીરીઝમાં કપ્તાની કરી ચુક્યા છે. ભારતે આ શ્રેણીને 3-0થી જીતી લીધી હતી. આ સીરીઝ રાહુલ દ્રવિડ માટે પણ એક કોચ તરીકે પહેલી સીરીઝ હતી. 
 
વિરાટે છોડી હતી ટી-20ની કપ્તાની 
 
વિરાટ કોહલીએ વર્લ્ડકપ બાદ ટી-20ની કેપ્ટન્શીપ છોડી દેતાં રોહિતને કેપ્ટનશિપ આપવામાં આવી છે. ત્યારથી ચર્ચા છે કે વનડે ટીમની કપ્તાની પણ રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે. વિરાટ ટેસ્ટ ટીમની કમાન સંભાળશે. પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ રોહિતના વખાણ કર્યા છે અને કહ્યું છે કે રોહિત T20 અને ODIનો સારો કેપ્ટન છે.
 
26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ
આ પ્રવાસમાં ભારતે 26 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમવાની છે. તે જ સમયે, બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી અને ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી રમાશે. જ્યારે પ્રથમ વનડે મેચ આવતા વર્ષે 19 જાન્યુઆરીએ રમાશે. તે જ સમયે, બીજી વનડે 21 અને ત્રીજી 23 જાન્યુઆરીએ છે.