શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 13 ઑક્ટોબર 2021 (16:37 IST)

Team India T20 WC Jersey: ટીમ ઈંડિયાની T20 વર્લ્ડ કપ જર્સી લૉન્ચ, આ અંદાજમાં જોવા મળી કોહલી એંડ ટીમ

. ભારતીય ક્રિકેટ કંટ્રોલ-બોર્ડ (BCCI)બુધવારે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ-2021 માટે ટીમ ઈન્ડિયાની સત્તાવાર જર્સી લોન્ચ કરી છે. ટ્વિટર પર વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહની તસવીર શેર કરતા બોર્ડે લખ્યું - જર્સીની પેટર્ન પ્રશંસકોના અબજો ચીઅર્સથી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે ભારતની મેજબાનીમાં આ ટી 20 વર્લ્ડ કપ ભારત દ્વારા યજમાની કરનારા સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં રમાશે.

 
ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત પોતાના ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાન વિરુદ્ધ  24 ઓક્ટોબરે દુબઈમાં યોજાનારી મેચ દ્વારા કરશે. ભારત આગામી મુકબાલો 31 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સાથે થશે, ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ 3 નવેમ્બરે અબુધાબીમાં રમશે. 
 
ભારતે સુપર 12 મેચની બાકીની બે મેચ ગ્રુપ બી (5 નવેમ્બરે દુબઇમાં) અને ગ્રુપ એ મા બીજા સ્થાન પર રહેનારી ટીમ(8 નવેમ્બર દુબઇ) ના વિરુદ્ધ રમવાની છે. 
 
કોણ કયા જૂથમાં છે ?
 
ગ્રુપ-A માં 2014ની ચેમ્પિયન શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામિબિયાનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ B માં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની અને ઓમાનનો સમાવેશ થાય છે. બંને જૂથની ટોચની બે ટીમો સુપર 12 ચરણ માટે ક્વોલિફાય થશે