શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (18:20 IST)

એમએસ ધોનીને કેમ બનાવ્યો ટીમ ઈંડિયાનો મેંટોર, સૌરવ ગાંગુલીએ બતાવ્યુ કારણ

બીસીસીઆઈ (BCCI)ની સીનિયર પસંદગી સમિતિએ બુધવારે મોડી રાત્રે  જયરે ટી20 વિશ્વકપ માટે ટીમ ઈંડિયાનુ એલાન કર્યુ તો તેમા કેટલાક આશ્ચર્ય જનક નિર્ણયનો પણ સમાવેશ કરવામાં આવ્યો.  બીસીસીઆઈએ ભારતને અત્યાર સુધી એકમાત્ર ટી20 વિશ્વ કપ અપાવનારા કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની  (MS Dhoni)ને ટીમનો મેંટોર તરીકે પસંદગી પામ્યા છે. આ નિર્ણયે બધાને હેરાન કરી નાખ્યા. હવે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી  (Sourav Ganguly) એ જણાવ્યુ છે કે બોર્ડે ધોનીને લઈન આ નિર્ણય લીધો. સૌરવ ગાંગુલીએ ગુરૂવારે કહ્યુ કે મહેન્દ્ર સિંહ ધોનીને આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમનો મેંટોર તેમના અપાર અનુભવનો ફાયદો ઉઠાવવા માટે બનાવ્યા છે. 
 
ધોની 17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના મેંટોર રહેશે. આ વિશ્વકપ 14 નવેમ્બરે સમાપ્ત થશે. ગાંગુલીએ બીસીસીઆઈના એક ટ્વિટમાં કહ્યું કે, ટીમમાં ધોનીનો સમાવેશ ટી 20 વર્લ્ડકપ માટે તેના અપાર અનુભવનો ઉપયોગ કરવાનો એક માર્ગ છે. આ ટૂર્નામેન્ટ માટે ટીમને મદદ કરવા માટે BCCI ની ઓફર સ્વીકારવા બદલ હું ધોનીનો આભાર માનું છું."
 
ધોનીની કપ્તાનીમાં જીત્યો વર્લ્ડ કપ 
 
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંથી એક વિકેટકીપર-બેટ્સમેન ધોનીના નેતૃત્વમાં ભારતે બે વર્લ્ડ કપ ખિતાબ જીત્યા છે-2007 આફ્રિકામાં ટી 20 વર્લ્ડ કપ અને ભારતમાં 2011 વનડે વર્લ્ડ કપ. ધોની હાલ પોતાની  ઇન્ડિયન પ્રીમિયર લીગ ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ સાથે છે અને સંયુક્ત રબ અમીરાતમાં 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થનારી ટી 20 લીગની તૈયારી કરી રહ્યો છે.
 
ધોની સામે ફરિયાદ
 
ધોનીને જેવા મેંટોર બનાવાયા કે તેના બીજા જ દિવસે તેમના સંબંધમા હિતોનો 
ટકરાવનો મામલાને લઈને ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ તેના સંબંધમાં હિતોના સંઘર્ષની ફરિયાદ નોંધવામાં આવી છે. બીસીસીઆઈના ટોચ પરિષદને ગુરૂવારે ધોની વિરુદ્ધ એક ફરિયાદ મળી છે. જેમા લોઢા સમિતિની ભલામણના હિતોનો ટકરાવના નિયમોનો હવાલો આપ્યો છે.   મઘ્યપ્રદેશ ક્રિકેટ સંઘના પૂર્વ આજીવાન સભ્ય સંજીવ ગુપ્તાએ ટોચ પરિષદના સભ્યોને એક પત્ર મોકલ્યો છે કે ધોનીની નિમણૂક હિતોના ટક્કરના નિયમોનુ ઉલ્લંઘન છે જેમા એક વ્યક્તિ બે પદ પર નથી રહી શકતો. ગુપ્તા પહેલા પણ ખેલાડીઓ અને પ્રશાસકો વિરુદ્ધ હિતોની ટક્કરની અનેક ફરિયાદો નોંધાઈ ચુકી છે. ધોની ઈંડિયન પ્રીમિયર લિગ ફ્રેંચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન પણ છે. 
 
બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન  આપવાની શરત પર સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, "હા, ગુપ્તાએ એપેક્સ કાઉન્સિલના સભ્યોને એક પત્ર મોકલ્યો છે જેમાં સૌરવ ગાંગુલી અને જય શાહનો સમાવેશ થાય છે.તેમણે BCCI બંધારણની કલમ 38 (4) નો ઉલ્લેખ કર્યો છે જે મુજબ વ્યક્તિ બે અલગ અલગ હોદ્દાઓ પર એક સાથે રહી શકે નહીં. એપેક્સ કાઉન્સિલે તેની અસરની તપાસ કરવા માટે તેની કાયદાકીય ટીમની સલાહ લેવી પડશે. “ધોની એક તરફ ટીમનો ખેલાડી છે અને બીજી બાજુ રાષ્ટ્રીય ટીમના માર્ગદર્શક પણ હશે, જે પ્રશ્નો ઉભા કરે છે અને આ અંગે સ્પષ્ટતાની જરૂર છે.