મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 6 જુલાઈ 2021 (22:54 IST)

બર્થડેથી એક દિવસ પહેલા એમએસ ધોનીને ફેનથી મળ્યુ ખાસ ગિફ્ટ જોઈને તમે પણ કરવા લાગશો વખાણ - Video

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને કેપ્ટન કૂલના નામથી પ્રસિદ્ધ મહેન્દ્ર સિંહ ધોની કાલે એટલે કે 7 જુલાઈને 40 વર્ષના થવાના છે. માહી અને કેપ્ટન કૂલના નામથી મશહૂર ધોનીનો જન્મ સાત જુલાઈ 1981 ને રાંચીમાં થયું હતું. હમેશા જોવાયુ છે કે ધોની તેમના જનમદિવસને વગર કોઈ હોબાળાને અને સાદગી સાથે ઉજવવા પસંદ કરે છે. ધોનીએ ભલે જ સોશિયલ મીડિયાથી દૂરી બનવી રાખે છે. પણ સોશિયલ મીડિયા પર ફેંસ તેમના માટે તેમના પ્રેમ સતત વરસાતા રહે છે. ધોનીના 40મા જનમદિવસથી એક દિવસ પહેલા તેમના ફેનએ એક એવુ કામ કર્યુ છે જેને જોઈને તમે પણ તેના વખાણ કરવાથી દૂરક નહી રહેશો. 
કેપ્ટન કૂલ મહેંન્દ્ર સિંહ ધોનીના 5 એવા નિર્ણય જે પછી સિદ્ધ થયુ ગેમ ચેંજર 
હકીકત આઈપીએલ ફ્રેંચાઈજી ચેન્નઈ સુપર કિંગ્સના એક ઑફીશિયલ ફેન પેજથી એક વીડિયો શેયર કર્યુ છે. જેમાં એક આર્ટિસ્ટ માચિશની તીળીથી ધોનીની એક ખૂબ શાનદાર ફોટા બનાવે છે. અહી આર્ટીસ્ટ તીળીને સળગાવીને તેની રાખથી સુંદર ફોટાને અંદાજ આપે છે. અત્યારે સુધી ધોનીએ આ વીડિયો પર કોઈ રિએક્ટ નહી કર્યુ છે. જોવું ઈંટરેસ્ટિંગ હશે કે ધોની આ ફેનને કયા અંદાજમાં આભાર વ્યક્ત કરે છે. 
 
આવુ કરતા દુનિયાના એકમાત્ર કપ્તાન છે ધોની 
ધોનીની ઉપલબ્ધીઓની વાત કરીએ તો તે દુનિયાનો એકમાત્ર કેપ્ટન છે, જેની કપ્તાની હેઠળ ટીમે આઇસીસીની ત્રણેય ટ્રોફી જીતી લીધી છે. ભારતે ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2007 ટી -20 વર્લ્ડ કપ, 2011 વનડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. જો કે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના રૂપમાં ચાહકોની સામે બીજુ આઈસીસીનું બિરુદ લાવ્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડે પ્રથમ વખત યોજાયેલી આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં કિવિ ટીમે વિરાટ કોહલીનું સપનું તોડીને આ ખિતાબ કબજે કર્યો હતો.