ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 4 જૂન 2021 (12:58 IST)

ધોનીના ઘરે 1 મહીનાની અંદર આવ્યો વધુ એક નવો મેહમાન, દીકરી જીવાએ શેયર કરી ફોટા

ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન મહેંદ્ર સિંહ ધોનીના ઘરે એક મહીનાની અંદર એક વધુ નવુ મેહમાન આવ્યુ છે. ધોનીનો આ નવુ મેહમાન એક ધોડો છે. તેની જાણકારી ધોનીની પત્ની સાક્ષીએ દીકરી જીવાના સોશિયલ મીડિયા અકાઉંટથી આપી. 
સાક્ષીએ ઈંસ્ટાગ્રામ પર જીવાની સાથે એક નાના ઘોડાની ફોટા શેયર કરી છે. ફોટામાં જીવા ધોડાના માથા હાથ પર રાખી બેસી છે. તેનાથી પહેલા ગયા મહીન (મે) પણ ધોનીના ઘરે એક નવુ મેહમાન આવ્યો હતો. તે પણ ઘોડો હતો જેનો નામ ચેતક છે. 
 
સાક્ષી ધોનીએ ચેતનનો વીડિયો શેયર કર્યુ હતુ તેણે કેપ્શનમાં લખ્યુ હતું "ઘરમાં તમારું સ્વાગત છે ચેતક", જ્યારે તમે લિલી ડોગીથી મળ્યા તો તેને એક જેંટલમેનની રીતે વ્યવહાર કર્યુ. તમને હંસી-ખુશી અમારા પરિવારમાં સ્વીકાર કરાઈ રહ્યુ છે. પછી સાક્ષીએ ધોનીનો એક વીડિયો શેયર કર્યુ હતું. જેમાં તે ઘોડાનો મસાજ કરતા નજર આવ્યા હતા. 
ધોની રાંચી સ્થિત તેમના ફાર્મ હાઉસમાં હવે અત્યાર સુધી ડૉગીની સાથે રમતા નજર આવ્યા હતા. પણ તેમને એક નવો શોખ ઘોડાના પણ જોડાઈ ગયુ છે. ધોની એક રીતે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિંદ જાડેજાના માર્ગ પર ચાલી પડ્યા છે.
 
જડેજાને ઘોડા આટલા પસંદ છે કે તેણે તેમના ફાર્મ હાઉસ પર જ એક નાનો સ્ટ્ડ ફાર્મ બનાવી રાખ્યુ છે. જડેજા જ્યારે અહીંયા હોય છે આ ઘોડાની દેખરેખ પોતે કરવા પસંદ કરે છે. 
 
ઈંડિયન પ્રીમીયર લીગ IPL નો 14મો સીજન ટળ્યા પછી ધોની રાંચીમાં પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે જેની ફોટા અને વીડિયો સામે આવતા રહે છે. 
 
ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ આઈપીએલ 2021ના ટળ્યા સુધી પ્વાઈંટસ ટેબલમાં બીજા સ્થાને હતી. ઘણી ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા પછી આઈપીએલ 14બો પ્રથમ ચરણ 4 મેને સસ્પેંડ કરી દીધુ હતુ6 હવે તેનો આયોજન સેપ્ટેમ્બર -ઓક્ટોબરમાં UAE માં થશે.