ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈંડિયાનુ થયુ એલાન, અશ્વિનનો ટીમમાં સમાવેશ, એમએસ ધોની પણ સાથે

dhoni virat
Last Updated: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (22:43 IST)
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2021 માટે ભારતીય ટીમનુ એલાન કરવામાં આવ્યુ છે. બીસીસીઆઈએ બુધવારે ટીમનુ એલાન કર્યુ. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમમાં સૂર્યકુમાર યાદવ અને અશ્વિનને 15
સભ્યોની ટીમમાં સ્થાન મળ્યુ છે. શિખર ધવનને ટીમમાં સ્થાન મળ્યુ નથી.કેએલ રાહુલને 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે. વિકેટકીપર તરીકે રિષભ પંત અને ઇશાન કિશનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ઝડપી બોલરોમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. અક્ષર પટેલ, રાહુલ ચાહર અને વરુણ ચક્રવર્તી જેવા યુવા ચહેરાઓને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. સ્ટેન્ડ બાય તરીકે દીપક ચાહર, શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ભારતના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીને BCCIએ ટી 20 વર્લ્ડ કપમાં ટીમના મેંટોર બનાવ્યા છે.

આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021, 17 ઓક્ટોબરથી યૂનાઈટેડ અરબ અમીરાત (યુએઇ) અને ઓમાનમાં રમાશે. આ ટી 20 વર્લ્ડ કપ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના યજમાન પદમાં રમાવાનો છે. આ ઈવેંટમાં ભારત પોતાની પ્રથમે મેચ 24 ઓકટોબરના રઓજ પાકિસ્તાન વિરુદ્ધ રમશે. અગાઉ ટી20 વર્લ્ડકપ 2016માં રમાયો હતો. આ ઈવેંટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે અને કુલ 45 મેચ રમશે. ફાઈનલ મેચ 14 નવેમ્બરના રોજ રમાવાની છે. ગ્રુપ-2માં ભારતને મુકવામાં આવ્યુ, જેમા અફગાનિસ્તાન, ન્યુઝીલેંડ અને પાકિસ્તાન પણ છે.

ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકિપર), ઇશાન કિશન (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, આર અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

રિઝર્વ - શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર


આ પણ વાંચો :