બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (17:29 IST)

T20 World Cup 2021 Schedule - આઈસીસીએ જાહેર કર્યો T20 વર્લ્ડ 2021નો શેડ્યુલ, જાણો ક્યારથી રમાશે

ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (આઈસીસી) ટી 20 વર્લ્ડકપ 2021 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે યૂનાઈટેડ અરબ અમીરાત (યુએઈ) અને ઓમાનમાં રમાશે. આઈસીસીએ મંગળવારે આની જાહેરાત કરી. જો કે આ ટૂર્નામેંતની મેજબાનીનો અધિકાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની પાસે જ રહેશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ સોમવારે તેની પુષ્ટિ કરી દીધી હતી કે ટી 20 વર્લ્ડ કપનુ આયોજન થશે.  આઈસીસીએ આજે તેની સત્તાવાર જાહેરાત કરી યુએઈ અને ઓમાનના ચાર મેદાનો પર આ ટૂર્નામેંતની બધી મેચ રમાશે. જેમા દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમ, અબૂ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમ, શારજાહ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ અકેડમી ગ્રાઉંડનો સમાવેશ છે. 
 
ટી 20 વર્લ્ડ કપ 2021નુ આયોજન અગાઉ ભારતમાં થવાનુ હતુ. પરંતુ કોવિડ -19 મહામારીના સંકટને ધ્યાનમાં રાખીને તેને યુએઈ અને ઓમાન શિફ્ટ કરવામાં આવ્યુ છે. વર્ષ 2016 પછી આ પહેલો આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ હશે.  ભારતમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝે ઈંગ્લેન્ડને ફાઇનલમાં હરાવ્યું હતું. ટી 20 વર્લ્ડ કપ 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાવાનો હતો, પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે તે મોકૂફ રાખવો પડ્યો. આઇસીસીના સીઇઓ જ્યોફ અલાર્ડાઈસે કહ્યું, "અમારી પ્રાથમિકતા છે કે અમે આઈસીસી મેંસ ટી20 વર્લ્ડ કપનુ સેફ્ટીથી આપેલા વિંડો આયોજન કરાવીએ. 
 
તેમણે આગળ કહ્યુ કે "અમે બીસીસીઆઈ, અમીરાત ક્રિકેટ બોર્ડ અને ઓમાન ક્રિકેટ સાથે સતત સંપર્કમાં રહીશું જેથી ક્રિકેટ ફેંસ આ ક્રિકેટની ઉજવણીનો સંપૂર્ણ રીતે આનંદ લઇ શકે." બીસીસીઆઈને હવે 17 ઓક્ટોબર પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 ના ​​ફેઝ -2 નું પણ આયોજન  કરવું પડશે. આઇપીએલ 2021 નો ફેઝ -2 પણ યુએઈમાં જ રમાવવાની છે.