સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (21:45 IST)

RR vs MI, LIVE Score, IPL 2021: મુંબઈની તોફાની બોલિંગ સામે રાજસ્થાન ઘૂંટણિયે, 20 ઓવરમાં બનાવ્યા ફક્ત 90 રન

આઈપીએલ 2021(IPL 2021)ની 51મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈંડિયંસ(RR vs MI)ની ટક્કર છે. શારજાહમાં થઈ રહેલ આ મુકાબલામાં મુંબઈના કપ્તાન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  ટીમને આનો ફાયદો થયો શારજાહની ખૂબ જ ધીમી પીચ પર મુંબઈની ચુસ્ત બોલિંગના કારણે રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાને માત્ર 90 રન બનાવી શકી હતી. શારજાહમાં પ્રથમ બેટિંગમાં આ સૌથી ઓછો સ્કોર છે. મુંબઈ તરફથી નાથન કુલ્ટર-નાઇલ (4/14) અને જેમ્સ નીશામ (3/12) એ રાજસ્થાનના બેટ્સમેનોનો નાકમા દમ કરી નાખ્યો હતો 


 
- RR એ ચોથી વિકેટ ગુમાવી, શિવમ દુબે આઉટ થયો.
- પોલાર્ડની કિફાયતી ઓવર 
સતત વિકેટ પડવાથી રાજસ્થાન રોયલ્સનો રન-રેટ ઘણો નીચે આવી ગયો છે. ટીમ પાવરપ્લેની બહાર રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. આઠમી ઓવરમાં કાયરન પોલાર્ડે ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી. ક્રિઝ પર હાજર શિવમ દુબે અને ગ્લેન ફિલિપ્સ કોઇ મોટો શોટ રમીને બાઉન્ડ્રી મેળવી ન શક્યા. આ ઓવરમાંથી માત્ર 4 રન.

08:49 PM, 5th Oct
મુંબઈની ચુસ્ત બોલિંગ
 
રાજસ્થાનની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. છેલ્લી 5 ઓવરમાં ટીમે માત્ર 13 રન બનાવ્યા છે અને પોતાની 3 વિકેટ ગુમાવી છે. આ 13 રનમાંથી એક પણ બાઉન્ડ્રી આવી નથી. નીશામ, પોલાર્ડ અને કુલ્ટર-નાઈલે ચુસ્ત બોલિંગ કરી છે. વળી, શારજાહની પીચ પણ બેટિંગ માટે યોગ્ય નથી અને આવી સ્થિતિમાં રન બનાવવાનું વધુ મુશ્કેલ બની ગયું છે.

પાંચમી વિકેટ પડી 
 
RR એ પાંચમી વિકેટ ગુમાવી, ગ્લેન ફિલિપ્સ આઉટ. રાજસ્થાન રોયલ્સની હાલત ખરાબ થઈ ગઈ છે અને માત્ર 50 રનમાં 5 વિકેટ પડી ગઈ. 10 મી ઓવરમાં બોલિંગ કરવા પરત આવેલા કલ્ટર-નાઇલનો ચોથો બોલ સ્ટમ્પની લાઇન પર હતો, જેને ફિલિપે પુલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલમાં બાઉન્સનો અભાવ હતો જેને કારણે બોલ તેમના પગ વચ્ચેથી નીકળીને સ્ટમ્પમાં ઘૂસી ગયો. કુલ્ટર-નાઇલની બીજી વિકેટ.