1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
  4. RR vs SRH live score IPL 2026

RR vs SRH: વૈભવ સૂર્યવંશીની સદી ગઈ બેકાર, સનરાઈઝર્સ હૈદરાબાળે રાજસ્થાનને હરાવ્યું

RR vs SRH live score
RR vs SRH, IPL 2026: IPL 2026 ની 36મી મેચમાં હાઈ-વોલ્ટેજ જંગ જોવા મળ્યો. 2008 ની ચેમ્પિયન, રાજસ્થાન રોયલ્સનો સામનો 2016 ની વિજેતા, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયો. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં સનરાઈઝર્સ હૈદરાબાદનો પાંચ વિકેટથી વિજય થયો હતો. જયપુરમાં હૈદરાબાદના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું.
 
અગાઉ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, રાજસ્થાન રોયલ્સે 6 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. રાજસ્થાન માટે વૈભવ સૂર્યવંશીએ શાનદાર સદી ફટકારી. તેણે 103 રનની ઇનિંગ રમી. ધ્રુવ જુરેલે પણ શાનદાર અડધી સદી ફટકારી. હૈદરાબાદ માટે પ્રફુલ હિંગે અને ઇશાન મલિંગાએ 2-2 વિકેટ લીધી.
 
RRના વિશાળ સ્કોરના જવાબમાં, સનરાઇઝર્સ હૈદરાબાદએ શાનદાર બેટિંગ કરી અને 19મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 229 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઇશાન કિશને 31 બોલમાં 74 રનની ઝડપી ઇનિંગ રમી. અભિષેક શર્માએ પણ 29 બોલમાં 57 રનની તોફાની ઇનિંગ રમી. આ આઈપીએલ 2026માં એસઆરએચનો 5મો વિજય છે. 10 પોઈન્ટ સાથે, હૈદરાબાદ હવે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. દરમિયાન, રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને સરકી ગયું છે. હૈદરાબાદ અને રાજસ્થાન બંનેના 10 પોઇન્ટ સમાન છે, પરંતુ SRHનો નેટ રન રેટ વધુ સારો છે.

રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, નંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા.
 
સનરાઇઝર્સ હૈદરાબાદ (પ્લેઇંગ ઇલેવન): અભિષેક શર્મા, ઇશાન કિશન, હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગે, ઇશાન મલિંગા.