સંબંધિત સમાચાર
- IPL Playoff Scenario: પ્લેઓફ માટે ત્રણ ટીમો સૌથી આગળ, ચોથા સ્પોટ માટે જોરદાર જંગ
- IPL Points Table: સનરાઈઝર્સ હૈદરાબાદની જીતથી બદલાયુ પોઈન્ટ ટેબલ, કંઈ ટીમને થયુ નુકશાન
- SRH vs DC: કોણ છે દિલ્હી કૈપિટલ્સની હારનો સૌથી મોટો વિલન, જેણે જીતેલી મેચ હરાવી દીધી
- એક જ ખેલાડીથી હારી ગયુ ગુજરાત ટાઇટન્સ, તિલક વારમાં મુંબઈ ઈન્ડીયન્સનાં પહેલા બેટ્સમેન, 6 વર્ષ પછી થયો આ ચમત્કાર
- પાટણ ભાજપમાં 'સફાયો': ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 26 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ
LSG vs RR: લખનૌની ઘરઆંગણે શરમજનક હાર, રાજસ્થાને 40 રને જીત નોંઘાવી
IPL 2026 LSG vs RR: IPL 2026 ની 32મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે છ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને મોહસીન ખાને બે-બે વિકેટ લીધી હતી.
રાજસ્થાન રોયલ્સના 159 રનના જવાબમાં, લખનૌની બેટિંગ નિરાશાજનક રહી. લખનૌના બેટ્સમેનો પહેલી ઓવરથી જ ભાંગી પડ્યા. પરિણામે, ટીમ 18 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આમ, રાજસ્થાને 40 રનથી જીત મેળવી, સિઝનની પોતાની પાંચમી જીત નોંધાવી.
રાજસ્થાન તરફથી રવીન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા અણનમ 43 રન બનાવ્યા અને નિકોલસ પૂરનની મહત્વની વિકેટ પણ ઝડપી હતી. પહેલી બેટિંગ કરી રહેલી રાજસ્થાનની શરૂઆત સારી રહી નહોતી. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહસિન ખાને દિગ્વેશ રાઠીના હાથે કેચ કરાવ્યો હતો. લખનઉ તરફથી બોલિંગમાં મોહમ્મદ શમી, મોહસિન ખાન અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.
