સંબંધિત સમાચાર
- અમદાવાદમાં કોંગ્રેસ, સૂરતમાં AAP અને વડોદરા-રાજકોટમાં BJP ની પ્રતિષ્ઠા દાવ પર, કોણ જીતશે સેમીફાઈનલ
- મુંબઈ-અમદાવાદની જેમ સૂરતમા દોડશે ડબલ દેકર, વડોદરામાં 100 ટકા ઈલેક્ટ્રીક બસોની ડીલીવરી શરૂ
- ચૂંટણી જંગ માટે તંત્ર સજ્જ: અમદાવાદમાં 4257 મતદાન બૂથ તૈયાર, ગરમીને જોતા દરેક કેન્દ્ર પર ORS અને મેડિકલ કિટની સુવિધા
- રાજ્ય ચૂંટણી પંચનો મોટો આદેશ - સોશિયલ મીડિયા કેમ્પેઇન પાછળ થતા લાખોના ખર્ચનો હિસાબ નોંધાવવો હવે થયો ફરજિયાત
- રાહુલ ગાંઘી કુંવારા છે તેઓ મહિલાઓને નથી સમજતા... BJP અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આ શું બોલ્યા
મતદાન કરો, ફાયદો મેળવો: ક્યાંક 25% ડિસ્કાઉન્ટ તો ક્યાંક પેટ્રોલમાં સીધી છૂટની જાહેરાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન જાગૃતિ લાવવા અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ દ્વારા એક ખાસ અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ ક્લબના જે સભ્યો મતદાન કરશે, તેમને ક્લબની તમામ રેસ્ટોરન્ટ્સમાં બિલ પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને મતદાન મથક સુધી પહોંચાડવાનો છે.
ત્રણ દિવસ સુધી સભ્યો માણી શકશે ઓફરનો લાભ
ક્લબ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ઓફર માત્ર એક દિવસ માટે નહીં, પરંતુ મતદાનના દિવસથી સતત ત્રણ દિવસ સુધી એટલે કે 26, 27 અને 28 એપ્રિલ દરમિયાન ચાલુ રહેશે. આશરે 15 હજાર ફેમિલી મેમ્બર્સને આ સ્કીમનો લાભ મળશે. આ માટે સભ્યોએ મતદાન કર્યાના પુરાવા તરીકે આંગળી પરનું શાહીનું નિશાન બતાવવાનું રહેશે.
વડોદરાની સહકારી મંડળી દ્વારા વ્યાજદરમાં મોટી રાહત
વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીએ લોનધારકો અને રોકાણકારો માટે અનોખી સ્કીમ જાહેર કરી છે. મતદાન કરનાર લોનધારક સભાસદને વ્યાજમાં 1 ટકાની રાહત મળશે, જોકે આ માટે લોનધારક અને ગેરંટર બંનેએ મતદાન કરવું અનિવાર્ય છે. આ ઉપરાંત, જે સભાસદો નવી FD કરાવશે તેમને 0.50 ટકા વધુ વ્યાજ આપવામાં આવશે. આ સંસ્થા છેલ્લા 10 વર્ષથી આ પ્રકારે મતદાન વધારવા પ્રયાસ કરી રહી છે.
પોરબંદરમાં મતદાન કરવા બદલ પેટ્રોલમાં સીધી છૂટ
પોરબંદરના રાણાવાવમાં આવેલ બિલેશ્વર મહાદેવ પેટ્રોલ પંપ દ્વારા પણ મતદારોને પ્રોત્સાહિત કરવા આકર્ષક ઓફર આપવામાં આવી છે. જે કોઈપણ મતદાર પોતાની આંગળી પર મતદાનનું નિશાન બતાવશે, તેને પ્રતિ લિટર પેટ્રોલમાં 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પેટ્રોલ પંપ સંચાલકની આ અનોખી પહેલ સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા પામી રહી છે.
