મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 સપ્ટેમ્બર 2025 (12:43 IST)

Asia Cup 2025 - એશિયા કપમાં સંજૂ સેમસન પાસે ધોની, રૈના અને ધવનને પછાડવાની તક, બસ કરવુ પડશે આ કામ

sanju samson
એશિયા કપ 2025માં ભારતીય વિકેટ કિપર બેટ્સમેન સંજૂ સૈમસન પર બધાની નજર ટકી હશે. સિલેક્ટર્સ અને ફેંસ બંન્ને ને તેમની પાસેથી મોટી રમતને આશા રહેશે. સંજુ છેલ્લા કેટલાજ સમયથી શાનદાર ફોર્મમાં છે જો તેમને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે તો તે પોતાની બેટથી મોટો ધમાકો કરી શકે છે.  ખાસ વાર એ છે કે આ ટુર્નામેન્ટમાં સંજૂ સૈમસન પાસે એક અનોખો રેકોર્ડ બનાવવાની શાનદાર તક રહેશે.  
 
ઉલ્લેખનીય છે કે સૈમસન જો એશિયા કપ 2025માં 10 છક્કા લગાવે છે તો તે ભારતના 3 દિગ્ગજ ખેલાડીઓ - એમએસ ધોની, સુરેશ રૈના અને શિખર ધવનને પાછળ છોડી દેશે. આ સાથે જ તે ભારત તરફથી T20 ઈંટરનેશનલમા સૌથી વધુ છક્કા લગાવનારા બેટ્સમેનની લિસ્ટમાં આઠમા સ્થાન પર પહોચી જશે.   
 
સૈમસનની અત્યાર સુધીની યાત્રા 
સંજુ સૈમસને અત્યાર સુધી ભારત માટે 42 મેચોની 38 દાવમાં કુલ 49 સિક્સર લગાવ્યા છે. એટલે કે જેવા તે એક વધુ સિક્સર મારશે કે તેઓ T20 ક્રિકેટમાં 50 સિક્સર મારવાનો આંકડો પાર કરી લેશે.  આવુ કરનારા તેઓ ભારતના ફક્ત 10માં બેટ્સમેન બનશે. હાલ આ મામલે શિખર ધવન (50 સિક્સર) મહેન્દ્ર સિંહ ધોની (52 સિક્સર) અને સુરેશ રૈના (58 સિક્સર) તેમનાથી આગળ છે.  
 
T20 માં સૌથી વધુ સિક્સર મારનારા ભારતીય 
 
રોહિત શર્મા - 205
સૂર્યકુમાર યાદવ - 146
વિરાટ કોહલી - 124
કેએલ રાહુલ - 99
હાર્દિક પંડ્યા - 95
યુવરાજ સિંહ - 74
સુરેન રૈના - 58
એમએસ ધોની - 52
શિખર ધવન - 50
 
રોહિત શર્માનો વર્લ ડ રેકોર્ડ 
T20 ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાનો વર્લ્ડ રેકોર્ડ ભારતીય કપ્તાન રોહિત શર્માના નામે છે. હિટમૈન રોહિતે 159 મેચોની 151 દાવમાં અત્યાર સુધી 205 સિક્સર મારી છે. તે દુનિયાના એકમાત્ર બેટ્સમેન છે જેમણે આ ફોર્મેંટમા& 200થી વધુ સિક્સર મારી છે. 
 
એશિયા કપ 2025 જેવી મોટી ટૂર્નામેંટમાં સૈમસન પાસે સારી શરૂઆતની આશા રહેશે. જો તે મોકાનો ફાયદો ઉઠાવે છે તો તે ટીમ ઈડિયાને મજબૂત શરૂઆત આપવા સાથે જ વ્યક્તિગત ઉપલબ્ધિઓના મામલે પણ નવી ઊંચાઈઓ પર પહોચશે. હવે આ જોવાનુ રસપ્રદ રહેશે કે શુ સંજુ આ ટૂર્નામેંટમાં ધોની, ધવન અને રૈના જેવા દિગ્ગજોને પાછળ છોડી શકે છે કે નહી.