સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (11:43 IST)

Shahid Afridi: શાહિદ અફરીદીએ કાશ્મીરને લઈને આપ્યુ વિવાદાસ્પદ નિવેદન, બોલ્યા - આપણે પાક. સૈનિકો સાથે રહેવાનુ છે નહી તો કાશ્મીર...

Shahid Afridi Controversial Statement On Kashmir: પૂર્વ ક્રિકેટર શાહિદ અફરીદીએ એક વાર ફરી કાશ્મીરને લઈને ઝેર ઓક્યુ છે.  શાહિદ અફરીદીએ પાકિસ્તાન સેનાના ખૂબ વખાણ કર્યા છે. અફરીદીએ કહ્યુ છે કે આપણે સેનાની સાથે ઉભુ રહેવુ જોઈએ નહી તો જોઈ લો કાશ્મીર, ફિલિસ્તીનની શુ હાલત છે. 
 
શાહિદ આફ્રિદીએ સામ ટીવીને કહ્યું, “હું આજ સુધી સમજી શક્યો નથી કે રાજનેતાઓની ભૂમિકા દેશને આગળ વધારવાની હોય છે. આપણો દેશ શા માટે સસ્ટેનેબલ  નથી બની શકતો? આ દેશની હાલત જોઈને મારા બાળકો પૂછે છે, 'પપ્પા, દેશમાં શું થઈ રહ્યું છે?'
 
તેમણે કહ્યુ, આપણે ક્યા સુધી પરસ્પર લડતા રહીશુ. આપણે પોતે જ આ દેશના દુશ્મન છીએ. પાકિસ્તાની આર્મીની આ દેશ માટે મોટી કુરબાની છે. આ વાત સત્તાધારીઓ કેમ નથી માનતા. જો પાકિસ્તાનની સેના ન હોત તો આઝાદી શુ હોય છે એ ફલસ્તીઓને પૂછો, કાશ્મીરીઓને પૂછો. આપણે સૈનિકો સાથે ઉભા રહેવાનુ છે. 
 
કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકનુ  સમર્થન
આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય કાશ્મીરને લઈને વાહિયાત નિવેદન આપ્યું હોય. પાકિસ્તાની ક્રિકેટર આ પહેલા પણ ઘણા પ્રસંગોએ આ વાત કહી ચૂક્યો છે. એકવાર તેણે ભારત વિરુદ્ધ કહ્યું હતું કે જો કોઈ પર જુલમ થશે તો હું ચોક્કસ કહીશ. તેમણે કહ્યું કે મેં હંમેશા કાશ્મીરની સ્થિતિ વિશે વાત કરી છે.
 
ગયા વર્ષે પણ તેણે ભારતના કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે ભારત માનવાધિકારના ઉલ્લંઘનની ટીકા કરનારાઓનો અવાજ દબાવવાનો સતત પ્રયાસ કરે છે. તેઓ યાસીન મલિકના પ્રયાસોને ઘટાડી શકતા નથી.
 
પીએમ મોદીને કહ્યા હતા કાયર
 
પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કાશ્મીરને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં શાહિદ આફ્રિદીને એમ કહેતા જોઈ શકાય છે કે પીએમ મોદી ખૂબ જ હિંમતવાન બનવાની કોશિશ કરે છે, પરંતુ તે કાયર છે.