શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Updated : ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (17:10 IST)

ગુજરાત ટાઈટન્સને શુભમન ગિલના રૂપમાં મળ્યો નવો કપ્તાન

subman gill
ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans). IPL 2022 ની ચેમ્પિયન ટીમને શુભમન ગિલ (Shubman Gill) ના રૂપમાં નવો કપ્તાન મળી ગયો છે.  ફ્રેંચાઈજી તરફથી 27 નવેમ્બરના રોજ આની જાહેરાત કરવામાં આવી. શુભમન ગિલે કપ્તાનના રૂપમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને રિપ્લેસ કર્યો છે. જેને 26 નવેમ્બરના રોજ મુંબઈ ઈંડિયંસે ગુજરાત ટાઈટંસ સાથે ટ્રેક કરી લીધો. 
 
શુભમન ગિલ વર્ષ 2022માં ગુજરાત ટાઈટંસ સાથે જોડાયેલો હતો.  તેણે કપ્તાન બનાવવાની જાણકારી આપતા ગુજરાત ક્રિકેટ ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ કહ્યુ 


શુભમન ગિલે પણ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનાવ્યા બાદ ખુશી વ્યક્ત કરી  
“ગુજરાત ટાઇટન્સની કપ્તાની સંભાળીને હું ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવું છું. આવી શ્રેષ્ઠ ટીમનું નેતૃત્વ કરવા માટે મારા પર વિશ્વાસ કરવા બદલ હું ફ્રેન્ચાઇઝીનો આભાર માનું છું. અમારી બંને સિઝન શાનદાર રહી છે અને હું આ ટીમનું નેતૃત્વ કરવા માટે ખૂબ જ ઉત્સુક છું.

 
ઉલ્લેખનીય છે કે  ભારે હોબાળો બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. હાર્દિકના ટ્રેડ ડીલ વિશે માહિતી આપતા ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે,
“ગુજરાત ટાઇટન્સના પ્રથમ કેપ્ટન તરીકે, હાર્દિક પંડ્યાએ ફ્રેન્ચાઇઝી માટે બે ઉત્તમ સિઝન આપી. હાર્દિકના નેતૃત્વમાં ટીમે એક વખત IPL ટ્રોફી જીતી અને એક વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યુ.   જોકે હવે તેણે મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.
 
તમને જણાવી દઈએ કે હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મુંબઈની ટીમે પોતાના મજબૂત ખેલાડી કેમરન ગ્રીનનું બલિદાન આપ્યું હતું. મુંબઈ દ્વારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 17.5 કરોડમાં ગ્રીનનો વેપાર કરવામાં આવ્યો હતો.
 
ગુજરાત ટાઇટન્સના રિટેન કરાયેલા ખેલાડીઓઃ
ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ, મોહિત શર્મા. .
 
ગુજરાત ટાઇટન્સ ના છૂટા કરાયેલા ખેલાડીઓ:
યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડેન સ્મિથ, અલઝારી જોસેફ, દાસુન શનાકા.