સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (19:16 IST)

સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને રાહત

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ ઉપર રહી શક્શે કે નહિ, તેના ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. જોકે સુપ્રીમ કોર્ટે કુલિંગ ઑફ પીરિયડને લઈને મંગળવારે રાહત આપી છે. આ રાહત મળવાથી BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ વધુ 6 વર્ષ માટે પોતાના પદ ઉપર રહી શક્શે.BCCIની ચૂંટણી 2019માં થઈ હતી. જેમાં સૌરવ ગાંગુલી અધ્યક્ષ, જય શાહ સેક્રેટરી, અરુણ ધૂમલ અને જયેશ જ્યોર્જ સંયુક્ત રીતે સેક્રેટરી બન્યા હતા

શુ કહ્યુ સુપ્રીમ કોર્ટે 
 
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે એક ટર્મ પછી કુલિંગ ઓફ પીરિયડની જરૂર નથી, પરંતુ તે બે ટર્મ પછી કરી શકાય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે સૌરવ ગાંગુલી અને જય શાહ આગામી ત્રણ વર્ષ સુધી તેમના પદ પર રહી શકે છે.

ગાંગુલીનો કાર્યકાળ ક્યારે પૂરો થશે?
 
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 23 ઓક્ટોબર 2019ના રોજ BCCI પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે જય શાહ 24 ઓક્ટોબર 2019ના રોજ BCCI સચિવ બન્યા હતા. આવી સ્થિતિમાં બંનેનો કાર્યકાળ આવતા મહિને એટલે કે ઓક્ટોબર 2022માં સમાપ્ત થઈ રહ્યો હતો. આ જ કારણ હતું કે બીસીસીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ મામલાને લગતી અરજી પર વહેલી સુનાવણી માટે અપીલ કરવામાં આવી હતી.
 
હવે બંનેને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે, તેથી બંને 2025 સુધી પોતાના પદ પર રહી શકે છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય માત્ર બોર્ડના પ્રમુખ અને બોર્ડ સેક્રેટરી માટે જ નહીં પરંતુ BCCI અને સ્ટેટ એસોસિએશનના તમામ અધિકારીઓ/પદ માટે છે. BCCI દ્વારા કોર્ટને અપીલ કરવામાં આવી હતી કે તેઓ
તેમના અધિકારીઓને સતત બે ટર્મ સુધી પદ પર રહેવા દે. જેમાંથી એક રાજ્ય એસોસિએશન સાથે સંકળાયેલ હોઈ શકે. સુપ્રીમ કોર્ટે આ અપીલ 
સ્વીકારી લીધી છે. હવે જો કોઈ અધિકારી એક જ પોસ્ટ પર સતત બે ટર્મ પૂર્ણ કરે છે તો તેણે 3 વર્ષનો કુલિંગ પિરિયડ રાખવો પડશે. જ્યારે રાજ્ય એસોસિએશનમાં આ સમયગાળો બે વર્ષનો રહેશે.