રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (14:02 IST)

વીરેન્દ્ર સેહવાગના નેતૃત્વમાં ગુજરાત જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ પાર્થિવ પટેલ, અજંતા મેન્ડિસ, ડેનિયલ વિટોરી કરશે

અદાણી સ્પોર્ટ્સ લાઇને ગુજરાત જાયન્ટ્સના 15 સ્ટાર પસંદ કરવા માટે રૂ. 5,51,80,000 ખર્ચ કર્યા અને તેને લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ની આગામી સીઝન માટે વર્ચ્યુઅલ આયોજીત પ્લેયર્સ ડ્રાફ્ટ દ્વારા  એક રોમાંચક ટીમ બનાવી. પ્લેયર્સ ડ્રાફ્ટમાં 79 ક્રિકેટરો સામેલ હતા અને દરેક ટીમે પાસે ખર્ચ કરવા માટે  8-8 કરોડ રૂપિયા  હતા. પ્રત્યેક  ટીમ પાસે હવે તેમની ટીમને અંતિમ રૂપ આપવા માટે વધુ ત્રણ દિવસનો સમય હશે, જે દરમિયાન તેઓ ઉપલબ્ધ ભંડોળ સાથે વધુ ખેલાડીઓ ઉમેરી શકશે.
 
લિજેન્ડ્સ લીગ ક્રિકેટના સીઈઓ અને સહ-સ્થાપક રમન રહેગાએ કહ્યું  કે, “ટીમોમાં મણિપાલ ટાઈગર્સે સૌથી વધુ 6,91,20,000 રૂપિયા ખર્ચ્યા હતા અને હવે તેની પાસે 1,08,80,000 રૂપિયા બાકી છે.  ટાઈગર્સ પછી ઈન્ડિયા કેપિટલ 6,38,80,000 રૂપિયા અને ગુજરાત જાયન્ટ્સે તેમના ફેવરિટ સ્ટાર્સ પર 5,51,80,000 રૂપિયા ખર્ચ્યા છે.  ભીલવાડા  કિગ્સ સૌથી વધુ મોંઘા રહ્યા  કારણ કે તેઓએ રૂ 5,62,20,000 ખર્ચ્યા હતા. બધી ટીમોએ સંયમથી પૈસા ખર્ચ્યા છે. ટીમોનું સંયોજન ઘણું સારું છે અને હવે તેઓ મેદાન પર શું કરે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અને  હું તમામને શુભેચ્છા પાઠવું છું." ટીમોએ પહેલેથી જ તેમના કેપ્ટન પસંદ કરી લીધા હતા અને તેમને તેમની પસંદગીના અન્ય ખેલાડીને પસંદ કરવાની તક આપવામાં આવી હતી.
 
ગુજરાત જાયન્ટ્સે પણ તેમની ટીમમાં સારું સંતુલન લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.  પટેલ ઉપરાંત તેણે શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર ​​અજંતા મેન્ડિસ અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ડાબોડી સ્પિનર ​​ડેનિયલ વેટોરીને પસંદ કર્યા છે.  વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન લેન્ડલ સિમન્સ સુકાની વીરેન્દ્ર સેહવાગ સાથે ઈનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે. જ્યારે મિશેલ મેક્લેનાઘન પેસ બોલિંગ વિભાગનું નેતૃત્વ કરશે, જેમાં ભારતના અશોક ડિંડા અને ઈંગ્લેન્ડના ક્રિસ ટ્રેમલેટ પણ જોવા મળશે.
 
મેન્ડિસ ઉપરાંત ઇંગ્લેન્ડના મહાન ગ્રીમ સ્વાન સ્પિન વિભાગને મજબૂત બનાવશે. જ્યારે આયર્લેન્ડના ઓલરાઉન્ડર કેવિન ઓ'બ્રાયન, જેણે 2011 વર્લ્ડ કપમાં એકલા હાથે 113 રન બનાવીને ઇંગ્લેન્ડને સ્તબ્ધ કરી દીધું હતું તે તેના મોટા શોટથી ચાહકોનું મનોરંજન કરતા જોવા મળશે. ગુજરાત જાયન્ટ્સના અન્ય ઓલરાઉન્ડરોમાં ભારતના સ્ટુઅર્ટ બિન્ની, ઝિમ્બાબ્વેના એલ્ટન ચિગુમ્બારા અને વર્લ્ડ કપ 2007ના હીરો જોગીન્દર શર્મા છે.
 
અદાણી સ્પોર્ટ્સલાઇનના સત્યમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આજે ગુજરાત જાયન્ટ્સ સાથે લેજેન્ડ્સ લીગ ક્રિકેટની આગામી સિઝન માટે સારી સંતુલિત ટીમ બનાવવાની તક મળી. આના માટે આયોજીત ડ્રાફ્ટ આકર્ષક હતો.  એક તરફ ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ ટીમનું સુકાન સંભાળશે અને બીજી તરફ ટોપ ઓર્ડર બેટ્સમેન અને ગુજરાતનો વિકેટકીપર પાર્થિવ પટેલ અગાઉની જેમ મેદાનમાં પોતાના અંદાજમાં જોવા મળશે ફોન. અમે ક્રિકેટ ચાહકોને તેમના મનપસંદ દિગ્ગજોને પાછા લાવીને સ્પર્ધાત્મક ક્રિકેટમાં શ્રેષ્ઠ અનુભવની તક પૂરી પાડવામાં યોગદાન આપી રહ્યા છીએ."
 
મણિપાલ ટાઈગર્સે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બ્રેટ લીને તેમની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે ગુજરાતે તેમના સ્થાનિક હીરો અને ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલને ટીમમાં લીધો હતો.  ઈન્ડિયા કેપિટલ્સે રવિ બોપારાનું નામ આપ્યું જ્યારે ભીલવાડા કિંગ્સે યુસુફ પઠાણને પસંદ કર્યો. જેને હવે તેના ભાઈ અને કેપ્ટન ઈરફાન સાથે ટીમ શેર કરવાની તક મળી રહી છે.
 
ઈન્ડિયા કેપિટલ્સે ટૂર્નામેન્ટ માટે અન્ય એક ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ જોન્સનની પસંદગી કરી છે.  આ ડાબા હાથના ફાસ્ટ બોલરની સાથે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લિયામ પ્લંકેટ પણ હશે.  દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર જેક્સ કાલિસ પણ ટીમની જર્સી પહેરતા જોવા મળશે, જ્યારે રોસ ટેલર સુકાની ગૌતમ ગંભીર સાથે બેટિંગની જવાબદારી સંભાળશે. ઈન્ડિયા કેપિટલ્સના કેપ્ટન ગૌતમ ગંભીરે કહ્યું, “ઈન્ડિયા કેપિટલ્સે જે ટીમ બનાવી છે તેનાથી હું ખરેખર ખુશ છું.  રુચિર (GM) અને ટીમને ઉત્તમ કામ માટે અભિનંદન."
 
લી ઉપરાંત મણિપાલે શ્રીલંકાના દિગ્ગજ મુથૈયા મુરલીધરનને પણ જોડ્યો છે, જે સ્પિનરના જાદુગર તરીકે જાણીતા છે.  શ્રીલંકાના ભૂતપૂર્વ ઑફ-સ્પિનરને અન્ય ઑફ-સ્પિનિંગ લિજેન્ડ હરભજન સિંહ સાથે રમવાની તક મળશે, જે ટીમના કૅપ્ટન પણ છે.  ટાઈગર્સના અન્ય ટોચના ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનર અને શ્રીલંકાના ભૂતપૂર્વ વિકેટકીપર રોમેશ કાલુવિથેરાનાનો સમાવેશ થાય છે, જેમણે તેમના દેશને 1996 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી.
 
મણિપાલ ટાઈગર્સની માલિકી ધરાવતા વીસી અને એમડી (એમઈએમજી) એસ વૈથીશ્વરનએ જણાવ્યું હતું કે, “વર્ચ્યુઅલ મોડમાં ખેલાડીઓને ડ્રાફ્ટ કરવાની સમગ્ર પ્રક્રિયા રોમાંચક અને ઇન્ટેન્સ હતી.  રિયલ ટાઈમ ડેશબોર્ડ એ પસંદ કરાયેલા ખેલાડીઓ, ખર્ચવામાં આવેલ નાણાં વગેરે એ  સારું ઇનોવેશન છે  ફ્રી હિટ્સ સુવિધા ખૂબ જ લોકપ્રિય હતી!  એકંદરે, વર્ચ્યુઅલ હોવા છતાં તે એક સુખદ અનુભવ હતો.  અમે આ લિજેન્ડ્સ ટૂર્નામેન્ટનો ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ અને કેટલાક શાનદાર ક્રિકેટની રાહ જોઈ રહ્યા છીએ.
 
ભીલવાડા માટે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયા ઑલરાઉન્ડર અને 2015ની વનડે વર્લ્ડ કપ વિજેતા શેન વૉટસન સ્ટાર ખેલાડી તરીકે બહાર આવ્યો હતો.  તેમના સિવાય ટીમે એસ.  શ્રીસંત અને મોન્ટી પાનેસરની પણ પસંદગી કરવામાં આવી હતી.
 
ભીલવાડા કિંગ્સના કેપ્ટન ઈરફાન પઠાણે કહ્યું, “હું ટીમથી ખરેખર ખુશ છું.  ખાસ કરીને ફાસ્ટ બોલિંગ યુનિટ તરફથી.  અમારી પાસે શ્રેષ્ઠ ફાસ્ટ બોલિંગ યુનિટ છે.  અમારી પાસે કેટલાક સારા ફિનિશર્સ છે અને અમારી પાસે સારા ડાબા હાથના સ્પિનરો અને  ઓલરાઉન્ડર પણ છે.  તેથી આ ટીમને જોઈને, હું ખરેખર માનું છું કે જો અમારી પાસે તમામ ખેલાડીઓ ઉપલબ્ધ હોય અને તેઓ બધા ફિટ હોય તો અમે સારું પ્રદર્શન કરી શકીએ છીએ."
 
લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ચાર ટીમો ભાગ લઈ રહી છે.  આ અંતર્ગત કુલ 16 મેચો રમાશે.  લીગ 16 સપ્ટેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમથી શરૂ થશે અને લખનૌ, નવી દિલ્હી, કટક અને જોધપુર સહિત પાંચ અલગ-અલગ શહેરોમાં આયોજિત થશે.
 
ટીમો પર એક નજર
 ગુજરાત જાયન્ટ્સ: વીરેન્દ્ર સેહવાગ(c), પાર્થિવ પટેલ, એલ્ટન ચિગુમ્બુરા, ક્રિસ ટ્રેમલેટ, રિચર્ડ લેવી, ગ્રીમ સ્વાન, જોગીન્દર શર્મા, અશોક ડિંડા, ડેનિયલ વેટોરી, કેવિન ઓ'બ્રાયન, સ્ટુઅર્ટ બિન્ની, મિશેલ મેકક્લેનાઘન, લેન્ડલ સિમન્સ, બિસ્લા, અજંતા મેન્ડિસ
 
 ઈન્ડિયા કેપિટલ્સ: ગૌતમ ગંભીર (કેપ્ટન), રવિ બોપારા, ફરવેઝ માહરૂફ, મિશેલ જોન્સન, જેક્સ કાલિસ, પંકજ સિંહ, રોસ ટેલર, પ્રોસ્પર ઉત્સેયા, જોન મૂની, મશરફે મુર્તઝા, હેમિલ્ટન મસાકાડઝા, રજત ભાટિયા, લિયામ પ્લંકેટ, અફઘાન, દિનેશ રામદીન, પ્રવીણ તાંબે.
 
 મણિપાલ ટાઈગર્સ: હરભજન સિંહ (કેપ્ટન), બ્રેટ લી, એન્ડ્રુ ફ્લિન્ટોફ, વીઆરવી સિંહ, પરવિંદર અવાના, રિતિન્દર સોઢી, રોમેશ કાલુવિથરાના, દિમિત્રી મસ્કારેનહાસ, લાન્સ ક્લુઝનર, રેયાન સાઇડબોટમ, મોહમ્મદ કૈફ, ફિલ મસ્ટર્ડ, મુથૈયા મુરલીધરન
 
 ભીલવાડા કિંગ્સ: ઈરફાન પઠાણ (કેપ્ટન), યુસુફ પઠાણ, સુદીપ ત્યાગી, ટીનો બેસ્ટ, ઓવેસ શાહ, ટિમ બ્રેસનન, શેન વોટસન, એસ. શ્રીસંત, નિક કોમ્પટન, મેટ પ્રાયર, સમિત પટેલ, ફિદેલ એડવર્ડ્સ, વિલિયમ પોર્ટરફિલ્ડ, નમન ઓઝા, મોન્ટી પાનેસર