શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (14:06 IST)

Suresh Raina Retirement: સુરેશ રૈનાએ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી લીધો સંન્યાસ, ટ્વીટ કરીને આપી માહિતી

Suresh Raina
Suresh Raina Retirement: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ એક ચોંકાવનારો નિર્ણય કર્યો છે. તેમણે  ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયરમેંટની જાહેરાત કરી છે. મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા રૈનાએ આજે ​​એટલે કે મંગળવારે ટ્વિટ કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. । તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “આપણા દેશ અને રાજ્ય યુપીનું પ્રતિનિધિત્વ કરવું ખૂબ જ સન્માનની વાત છે. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરવા માંગુ છું. હું બીસીસીઆઈ, યુપી ક્રિકેટ એસોસિએશન, ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજીવ શુક્લા સર અને મારા તમામ ચાહકોનો આભાર માનું છું."