શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 26 જાન્યુઆરી 2023 (15:08 IST)

સુરત શહેર-જિલ્લામાં આવતીકાલે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ યોજાશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

Surat city-district to hold 'Pariksha Pe Bracha' program tomorrow: PM Narendra Modi to join virtually
કેન્દ્રીય શિક્ષા મંત્રાલય દ્વારા તા.૨૭મી જાન્યુ.એ દેશવ્યાપી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ યોજાશે, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં સવારે ૧૦.૩૦ કલાકે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સુરત શહેર-જિલ્લાની ૪૩ શાળાઓમાં મંત્રીઓ, પદાધિકારી-અધિકારીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા મહાનુભાવો ઉપસ્થિતમાં 'પરીક્ષા પે ચર્ચા' યોજાશે. 
 
સમગ્ર દેશના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા સંદર્ભે જીવત પ્રસારણમાં સીધો સંવાદ કરશે, જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરાશે. કામરેજ ખાતે ધી.કે.વી.કો.ઓ.માધ્યમિક શાળા, રામકબીર, કામરેજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. 
 
જ્યારે ઓલપાડની મહાદેવશાસ્ત્રી વિદ્યાલય ખાતે આયોજિત તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ અને માંડવી ખાતેની વી.એફ.ચૌધરી હાઈસ્કુલમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહેશે,જ્યારે અન્ય તાલુકા કક્ષાએ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. સુરત શહેર વિસ્તારમાં ગુરૂકુલ કન્યા વિદ્યાલય, કતારગામ ખાતે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કુલ, અઠવાલાઇન્સ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પી.એચ. બચકાનીવાલા હાઇસ્કુલ, ઉધના ખાતે સાંસદ અને પ્રદેશ સંગઠન અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. 
 
શહેરી વિસ્તારની શાળાઓમાં જી.ડી. ગોએન્કા સ્કુલ વેસુ ખાતે જિલ્લા કલેકટર આયુષ ઓક, એસ.ડી.જૈન મોડેલ સ્કુલ વેસુ ખાતે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર, લુડઝ કોન્વેટ સ્કુલ અઠવાલાઇન્સ ખાતે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, પ્રેસિડેન્સી સ્કુલ, અડાજણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, એલ.પી. સવાણી સ્કુલ, અડાજણ ખાતે એડી. કમિશનર અરવિંદભાઈ વિજયન, બી.એ.બી.એસ. હાઈસ્કુલ બારડોલી ખાતે નાયબ કલેક્ટર બારડોલી પ્રાંત સ્મિત લોઢા ઉપસ્થિત રહેશે.