શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

Live PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ યુએન હોસ્પિટલમાં પહોચ્યા

ગુજસેલ ટર્મિનલ ખાતે વડાપ્રધાનની ગાડીઓનો કાફલો પહોંચ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની તબિયત લથડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હીરાબેન મોદીને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
આ પહેલા પીએમ મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને તેમની માતાને મળ્યા હતા. પીએમ મોદી તેમની માતાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા.
 
પીએમ મોદીએ પણ તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા

વડાપ્રધાન મોદીની માતા હિરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન મોદી દિલ્હીથી બે વાગ્યા સુધીમાં અમદાવાદ આવી શકે છે. પરિવારે 18મી જૂન 2022ના રોજ હીરાબાનો 100મો જન્મ દિવસ મનાવ્યો હતો.

1923માં જન્મેલા હીરાબાએ શતાયુમાં પ્રવેશ કર્યો છે. હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં જ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. તેમની તબિયતને લઈને વડાપ્રધાન મોદીને સમાચાર પહોંચાડી દેવાયાં છે. જેથી તેઓ આજે બપોરે બે વાગ્યાની આસપાસ અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર હીરાબાની આજે તબિયત નાદુરસ્ત જણાતા તેમને તાત્કાલિક યુ.એન મહેતામાં ખસેડાયા હતા. સૂત્રો મુજબ એવું પણ જણાવાઈ રહ્યું છે કે બપોરે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે.અસારવા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા યુ એન મહેતા હોસ્પિટલ આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિનિયર મંત્રીઓ સાથે બેઠકમાં છે. મંત્રીમંડળની બેઠક પૂરી થયા પછી આ બેઠક શરૂ થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની મુલાકાત અંગે તથા તેમની માતાની તબિયત અંગે ચર્ચા થઈ રહી છે


05:48 PM, 28th Dec
આ સિવાય કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને હીરાબાના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.
 
તેમણે ટ્વીટ કર્યું, “વડા પ્રધાનજીનાં માતાજી અસ્વસ્થ હોવાના સમાચાર મળ્યા. આ સમયમાં અમે સૌ તેમની સાથે છીએ. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમને જલદી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.”

05:32 PM, 28th Dec
માતા હીરાબાની તબિયતની માહિતી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાંથી રવાના થયા છે. તેઓ લગભગ એક કલાક અને 20 મિનિટ સુધી હોસ્પિટલમાં હતા. 

05:17 PM, 28th Dec
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત લથડી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ તેમની માતાને જોવા માટે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ડૉક્ટરો પાસેથી તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના કેટલાક મંત્રીઓ પણ હોસ્પિટલમાં હાજર છે

04:09 PM, 28th Dec
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ યુએન હોસ્પિટલમાં પહોચ્યા 
પીએમ મોદી અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર પહોંચ્યા જ્યાં તેમની માતા હીરાબેન મોદી દાખલ છે
 


કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીને પોતાનો પ્રેમ અને સમર્થન આપ્યુ 
વાયનાડથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદીની માતાજીના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. 


કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રધાનમંત્રી મોદીની માતાના જલ્દી સ્વસ્થ થવાની કરી કામના 
 
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીજીની માતાના સ્વસ્થ થવાની કામન કરી 


04:12 PM, 28th Dec
 
હીરાબા જલદી સાજાં થઈ જાય', રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને અમદાવાદની યુએન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી રહ્યા છે.
 
ત્યારે કૉંગ્રેસના રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હીરાબા જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.
 
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "એક માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ હોય છે."
 
"મોદીજી, આ કઠિન સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું કે તમારાં માતાજી જલદીથી જલદી સાજાં થઈ જાય. 

03:03 PM, 28th Dec
 
ગુજસેલ ટર્મિનલ ખાતે વડાપ્રધાનની ગાડીઓનો કાફલો પહોંચ્યો ..
 
વડાપ્રધાન દિલ્લી થી ગુજરાત આવવા રવાના...
 
સરદાર નગર પોલીસ સ્ટેશન શાહીબાગ પોલીસ સ્ટેશન સહિત ઝોન ચાર ના પોલીસ સ્ટેશન નો સ્ટાફ બંદોબસ્ત માં ગોઠવાયો...
 
VVIP બંદોબસ્ત ગૂજસેલ ખાતે કરવામાં આવી છે...
 
એરપોર્ટ થી યુ એન મહેતા હોસ્પિટલ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો...
 
પહેલા વડાપ્રધાન 2.30 વાગ્યે આવવાના હતા...
 
હવે સમય માં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે...
 
એરપોર્ટ થી વડાપ્રધાન સીધા યુ એન મહેતા હોસ્પિટલ પહોંચશે...