ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (17:14 IST)

ચીની કંપની વીવો હવે IPL સ્પૉન્સર નહી રહે - 2023થી ટાટા ગ્રુપ IPLનુ નવુ ટાઈટલ સ્પોન્સર, Vivoએ 2200 કરોડમાં કરી હતી સ્પોન્સરશિપ ડીલ

ચીનની મોબાઈલ ફોન નિર્માત કંપની વીવો હવે IPLની ટાઈટલ સ્પોન્સર નહી રહે. તેમના સ્થાન પર ટાટા ગ્રુપને IPLનુ નવુ ટાઈટલ સ્પોન્સર બનાવાયુ છે. આવતા વર્ષે એટલે કે 2023થી ટુર્નામેન્ટ હવે  TATA IPLના નામથી ઓળખાશે. ગયા વર્ષે ચીન અને ભારત વચ્ચે તનાવને કારણે વીવો સાથે ટાઈટલ રાઈટ્સ ટ્રાંસફર થઈ શક્યા નહોતા. 
 
વીવો 2022 સુધી જ આઈપીએલની સ્પોન્સર રહેશે.  IPL ચેયરમેન બૃજેશ પટેલે સમાચાર એજ6સી પીટીઆઈને આની માહિતી આપી છે. મંગળવારે IPL ગવર્નિંગ કાઉંસિલની મિટીગમાં આ નિર્ણય લેવામાં આવ્યો. 
 
BCCIને દર વર્ષે 440 કરોડ રૂપિયા આપે છે વીવો 
 
ચીની કંપની વીવો IPLની ટાઈટલ સ્પોન્સર માટે  BCCI ને દર વર્ષે 440 કરોડ રૂપિયા આપે છે. ગયા વર્ષે ભારત-ચીન વચ્ચે થયેલા વિવાદને કારણે જ્યારે દેશમાં વિરોધ થયો ત્યારે એક વર્ષ માટે વીવોને બ્રેક લેવો પડ્યો હતો. આ પહેલા  IPL 2020 ની સીજનમાં ફૈટેંસી ગેમિંગ ફર્મ ડ્રીમ-11 ટાઈટલ સ્પૉન્સર રહી હતી. આ માટે ડ્રીમ 11એ BCCIને 222 કરોડ રૂપિયા આપ્યા હતા. અહી કૉન્ટ્રેક્ટ 18 ઓગસ્ટથી 31 ડિસેમ્બર 2020 સુધી માટે હતો. આ રકમ વીવોના વાર્ષિક ચુકવણીથી લગભગ અડધી હતી. 
 
2022 સુધી આઈપીએલની ટાઈટલ સ્પોન્સર છે વીવો 
 
વીવોનુ IPL ટાઈટલ સ્પોન્સરશિપ માટે 2190 કરોડ રૂપિયા સાથે 5 વર્ષ માટે કોંટ્રેક્ટ થયો હતો. કંપની વાર્ષિક 440 કરોડ રૂપિયા આપતી હતી. આ કૉન્ટ્રેક્ટ 2018થી 2022 સુધીનો હતો. પહેલા સમાચાર હતા કે વીવોનો કૉન્ટ્રેક્ટ 2023 સુધી માટે વધારી શકાતો હતો. પણ હવે ટાટાએ તેનુ સ્થાન લઈ લીધુ છે.