શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 4 જાન્યુઆરી 2021 (10:33 IST)

IND vs AUS: મેલબોર્નથી ગુડ ન્યુઝ, ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

કોવિડ-19 પ્રૉટોકૉલને તોડવાને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે ટીમ ઈંડિયા માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. 3 જાન્યુઆરીના રોજ મેલબર્નમાં થયેલ બધા ભારતીય ખેલાડીઓનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો કહ્હે. બીસીસીઆઈએ આ વાતની માહિતી આપી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સોમવારે સિડની માટે રવાના થશે, જ્યા શ્રેણીની ત્રીજી ટેસ્ત મેચ રમાવાની છે. ચાર મેચની ટેસ્ટ શ્રેણી હજુ 1-1ની બરાબરઈ પર છે. મેલબર્નમાં રમાયેલ બૉક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યુ હતુ. 
 
એએનઆઈના સમાચાર મુજબ  બીસીસીઆઈએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું, '3 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમનારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનુ  કોવિડ -19 માટે આરટી-પીસીઆર પરીક્ષણ કરાવ્યું હતું. તમામ પરીક્ષણોનું રિઝલ્ટ નેગેટિવ રહ્યું છે. રેસ્ટોરન્ટમાં ચાલી રહેલા વિવાદને જોતા ભારતીય ટીમ માટે આ એકદમ રાહતની વાત છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા, નવદીપ સૈની, પૃથ્વી શો, શુબમન ગિલ અને ઋષભ પંત પર તે સમયે કોવિડ -19 પ્રોટોકોલ તોડવાનો આરોપ હતો. જ્યારે 5  ખેલાડીઓ મેલબોર્નની રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. આ દરમિયાન એક ફેન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો હતો અને દાવો કર્યો હતો કે પંતે તેને ગળે ભેટ્યો હતો. આ પછી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પાંચ ખેલાડીઓને આઈસોલેશનમાં રહેવાનું કહ્યું હતું.
 
આ સિવાય બ્રિસ્બેન ટેસ્ટને લઈને પણ આ સમયે  ઘણા વિવાદ ચાલી રહ્યા છે. ટીમ ઇન્ડિયાએ બ્રિસ્બેનમાં થયેલા ક્વારંટાઈંન રોકને કારણે ત્યાં ન જવાની ઈચ્છા દર્શાવી હતી અને કહ્યું હતું કે તે એક જ શહેરમાં રહીને બંને ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. ત્યારબાદ ક્વીન્સલેન્ડ સરકારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે જો ભારતીય ટીમ નિયમ મુજબ રમવા માંગતી નથી તો તે બ્રિસ્બેન ન આવે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન બ્રેડ હેડિન ભારતીય ટીમની ટીકા કરતા કહ્યુ કે ગાબામાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ જોઈને ટીમ ઇન્ડિયાને પરસેવો આવી ગયો છે અને તે ડરી ગઈ છે.