ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 28 નવેમ્બર 2024 (17:06 IST)

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Indian cricket team
Indian cricket team
Team India reaches Canberra: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ગઈ છે.  ઓસ્ત્રેલિયાની રાજધાનીમાં બીજી ટેસ્ટ માટે પહોચતા ખેલાડી ખૂબ જ શાંત અને આરામદાયક મૂડમાં જોવા મળી. ભારતીય ટીમે પોતાની ટ્રેવલિંગ કિટ પહેરી હતી અને એયરપોર્ટ લુકમાં સ્ટાઈલિશ અને આરામદાયક દેખાય રહી હતી. ત્યારબદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ટીમે 6 ડિસેમ્બર 2024થી એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમવાની છે.  
 
એડિલેડમાં રમાનારી મેચ પિંક બોલથી થવાની છે
ભારતે પિંક બોલ ટેસ્ટમાં સારો રેકોર્ડ બનાવ્યો છે. જો કે તેમણે તેને ખૂબ વધુ નથી રમી. ભારતે ચાર મેચ રમી છે અને તેમાથી ત્રણ જીત્યા છે. જો કે પિંક બોલ ટેસ્ટમાં ભારતની એકમાત્ર હાર 2020માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થઈ હતી. ભારત ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સૌથી ઓછા સ્કોર પર ફક્ત 36 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટ 8 વિકેટથી જીતી હતી. આ દરમિયાન ભારતે ઘરેલુ મેદાન પર ત્રણ પિંક બોલ ટેસ્ટની મેજબાની કરી અને બાંગ્લાદેશ, ઈગ્લેંડ અને શ્રીલંકા વિરુદ્ધ બધામાં જીત મેળવી. 
 
પ્રધાનમંત્રી સાથે મુલાકાત 
પ્રધાનમંત્રી સાથે મુલાકાત દરમિયાન ભારતના કપ્તાન રોહિત શર્માએ પ્રોટોકોલનુ પાલન કરતા પોતાના બધા મિત્રોને તેમની સાથે મળાવ્યા. અલ્બાનીજે આ દરમિયાન પર્થ ટેસ્ટમાં ટીમની જીતના નાયક રહેલ જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલીના વખાણ કર્યા.  ઓસ્ટ્રેલિયાની સાંસદમાં બેઠક પછી પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યુ કે આ અઠવાડિયે મનુકા ઓવલમાં પ્રધાનમંત્રી એકાદશની સામે એક શાનદાર ભારતીય ટીમ વિરુદ્ધ મોટો પડકાર હશે.